અમેરિકામાં પ્લેન ઉતર્યું નદીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 15:05:09
  • Views : 451
  • Modified Date : 2019-05-04 15:05:09

 અમેરિકાના ફ્લોરિડામાં શુક્રવારની રાત્રીના રોજ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત  થઈ ગયું . આ દુર્ઘટનામાં યાંત્રિક ખામીના કારણે એક બોઇંગ 737 વિમાનને પાણીમાં લેન્ડ કરાવવાની ફરજ પડી હતી. શુક્રવારે નદીમાં ખાબકેલા કૉમર્શિયલ જેટ વિમાનમાં 136 મુસાફરો સવાર હતા. જોક, આ દુર્ઘટનમાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાના અહેવાલો મળી રહ્યાં છે.જેક્સનવિલેના મેયરે ટ્વીટર પર જણાવ્યું છે કે પ્લેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. હાલમાં ચાલક દળ પ્લેનના એન્જિનને બંધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મેયરે કહ્યું કે વિમાન ડૂબી રહ્યું નથી. તમામ લોકો જીવિત છે. એર સ્ટેશનને પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ફ્લાઇટ ક્યૂબાથી આવી રહી હતી.આ ઘટના અમેરિકાના સમય મુજબ સવારે 9.40 કલાકે થઈ હતી. પ્રાપ્ત જાણકારી મુજબ વિમાન વાવાઝોડાના કારણે લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ લેન્ડીંગ દરમિયાન ભારે પવનના કારણે નદીમાં ખાબક્યું હતું. જેક્સનવિલેના મેયર લેનીએ ટ્વીટર પર માહિતી આપી હતી કે વિમાનમાં સવાર તમામ યાત્રીઓ સુરક્ષિત છે.

Download Our B K News Today App



Related News