મોદી સહિત સાત વર્લ્ડ લીડર્સનાં પોસ્ટર લહેરાવ્યાં, લોકોએ કહ્યું- આતંકીરાજમાં રહીએ છીએ, સિંધુ દેશ બનાવડાવો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-18 13:29:04
  • Views : 379
  • Modified Date : 2021-01-18 13:29:04

    પાકિસ્તાનના સિંધના લોકોએ પ્રાંતની આઝાદી માટે ખૂલીને વર્લ્ડ લીડર પાસે મદદ માગી છે. આધુનિક સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપકોમાંથી એક જીએમ સૈયદની 117મી જયંતી પર રવિવારે જામશોરો પ્રાંતમાં એક વિશાળ રેલી કાઢવામાં આવી. આ દરમિયાન લોકોએ આઝાદી સમર્થકના નારા લગાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વર્લ્ડ લીડર્સનાં પોસ્ટર પણ લહેરાવાયાં.રેલીમાં સામેલ પ્રદર્શનકારોએ દાવો કર્યો છે કે સિંધ રાજ્ય સિંધુ ઘાટી સભ્યતા અને વૈદિક ધર્મનું ઘર છે. બ્રિટિશ સામ્રાજ્યએ અહીં બળજબરી કબજો કરી લીધો હતો અને 1947માં પાકિસ્તાનના ઈસ્લામી હાથોમાં સોંપી દીધો હતો.

    જેઈ સિંધ મુ્તાહિદા મહાજના અધ્યક્ષ શફી મુહમ્મદ બર્ફાતે જણાવ્યું હતું કે ઈતિહાસ અને સંસ્કૃતિ પર તમામ બર્બર હુમલાઓ છતાં સિંધે પોતાની એક બહુલવાદી, સમકાલીન, સહિષ્ણુ અને સામંજસ્યપૂર્ણ સમાજના રૂપમાં પોતાની અલગ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખી છે. સિંધમાં વિદેશી અને દેશી લોકોની ભાષાઓ અને વિચારોએ માત્ર એકબીજાને પ્રભાવિત જ નથી કર્યાં, પરંતુ માનવ સભ્યતાના સામાન્ય સંદેશને સ્વીકાર પણ કર્યો છે.

    બર્ફાતના હવાલાથી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે સિંધે ભારતને પોતાનું નામ આપ્યું, સિંધના નાગરિક, જે ઉદ્યોગ,દર્શન, સમુદ્રી નેવિગેશન, ગણિત અને ખગોળ વિજ્ઞાનક્ષેત્રના મહારથી હતા, તેઓ આજે પાકિસ્તાનના આતંકવાદીઓના રાજમાં રહેવા માટે મજબૂર છે. સિંધમાં ઘણી રાષ્ટ્રવાદી પાર્ટીઓ છે, જે એક આઝાદ સિંધ રાષ્ટ્રનું સમર્થન કરે છે. અમે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ પર પણ આ મુદ્દાને ઉછાળતા રહીએ છીએ. પાકિસ્તાને અમારી પર કબજો કર્યો છે. તે માત્ર અમારાં સંસાધનોને બરબાદ નથી કરી રહ્યો, પણ અહીં માનવાધિકાર ઉલ્લંઘન પણ થઈ રહ્યું છે.

    સિંધને અલગ દેશ બનાવવાની માગ 1967થી ચાલી રહી છે. ત્યારે જીએમ સૈયદ અને પીર અલી મોહમ્મદ રાશિદની લીડરશિપમાં સિંધુ દેશ આંદોલનની શરૂઆત થઈ હતી. છેલ્લા અમુક દાયકામાં અહીં પાકિસ્તાનની સિક્યોરિટી એજન્સીઓએ રમખાણ મચાવી રાખ્યું છે. આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં રાષ્ટ્રવાદી નેતાઓ, કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને ત્રાસ આપી મારી નખાયા.1921માં સિંધના લરકાનામાં જ સિંધુ ઘાટીની સભ્યતાની ખબર પડી હતી. ભારતીય પુરાતત્ત્વવિદ રાખાલદાસ બેનર્જીએ અહીં ખોદકામ કરાવડાવ્યું હતું. સિંધમાં જ મોહનજોદડો આવેલું છે.


Download Our B K News Today App



Related News