PF ખાતાધારકો માટે નવી સુવિધા, હવે વોટ્સએપ પર પણ ફરિયાદ કરી શકશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-19 14:21:04
  • Views : 581
  • Modified Date : 2019-10-19 14:21:04

પ્રોવિડંડ ફંડને લગતી કોઈપણ સમસ્યાના નિકાલ માટે પ્રોવિડંડ ફંડ વિભાગ દ્વારા વોટ્સએપ નંબર બહાર પાડવામાં આવ્યો છે. PF ઓફિસમાં આવ્યા વગર જ કોઈ પણ PF ખાતેદાર વોટ્સએપ નંબર 7383146934 અને 7383146935 પર પોતાની ફરિયાદ મોકલી શકે છે. આ ફરિયાદનો નિકાલ કરી PF વિભાગ ખાતા ધારકને વોટ્સએપથી જાણ કરશે. આ અંગે માહિતી આપતા પ્રાદેશિક PF કમિશનર-2 અભિષેક રંજને જણાવ્યું કે, કોઈ પણ કર્મચારી PF ઉપાડ, પેન્શન ફંડનો લાભ લેવા માટે ઓનલાઈન લોગ ઇન કરી ક્લેમનું ફોર્મ સબમિટ કરી શકે છે. જો કે, તેના માટે સંસ્થા દ્વારા કર્મચારીના PF ખાતામાં કેવાયસી પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. કોઈ કર્મચારીએ એક દિવસ પણ કામ કર્યું હોય અને તેનું આકસ્મિક મૃત્યુ થાય તો તેના પરિવારને પેન્શનનો લાભ મેળવી શકે છે અને 6 લાખ સુધીના વીમાનો લાભ મળે છે.

Download Our B K News Today App



Related News