પેટીએમે સેવિંગ અકાઉન્ટ પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો, 1 નવેમ્બરથી લાગુ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-19 14:24:45
  • Views : 496
  • Modified Date : 2019-10-19 14:24:45

જો તમે પેટીએમનો ઉપયોગ કરતા હો તો તમારા માટે આ સમાચાર જાણવા જરૂરી છે. પેટીએમનાં સેવિંગ અકાઉન્ટ પર મળતું વ્યાજ ઘટી ગયું છે. પેટીએમ પેમેન્ટ્સ બેંકે બચત ખાતા પરના વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરી વ્યાજ દર 3.5% કરી નાખ્યો છે. પેટીએમ બેંક દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટાડો 1 નવેમ્બરથી લાગુ થશે. આ સાથે, પેટીએમ પેમેન્ટ બેંકે તેના ગ્રાહકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમની પણ જાહેરાત કરી છે.પેટીએમ FD પર 7.5% વ્યાજ આપે છે. પેટીએમ બેંકના એમડી સતિષકુમાર ગુપ્તાએ જણાવ્યું કે, તાજેતરમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં ચોથીવાર ઘટાડો કરીને 5.15% કર્યો છે. છેલ્લા 12 મહિનામાં સેન્ટ્રલ બેંકે રેપો રેટમાં 1.35%નો ઘટાડો કર્યો છે. આને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. આ સિવાય પેટીએમ ગ્રાહકોને એક રૂપિયામાં FD ખાતું ખોલાવવાની તક આપે છે. પેટીએમ FD પર 7.5% વ્યાજ ચૂકવે છે. કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ આપ્યા વગર પેટીએમમાં ​​બનાવેલી FDમાંથી જરૂર પૂરતી અથવા સંપૂર્ણ રકમ ઉપાડી શકાય છે.

Download Our B K News Today App



Related News