પાટણ જિલ્લામાં શિક્ષણની દયનીય સ્થિતિ!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-22 15:42:02
  • Views : 465
  • Modified Date : 2023-02-22 15:42:02

રાજ્યમાં અત્યાધુનિક શિક્ષણની ફક્ત પોકળ વાતો સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પાટણ જિલ્લાની શિક્ષણની સ્થિતિ અત્યંત ખરડાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે પાટણ જિલ્લામાં શિક્ષણની દયનીય સ્થિતિ અંગે જીએસટીવીએ રિયાલીટી ચેક કરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, જિલ્લામાં 179 વર્ગખંડોની ઘટ છે જેને લઇને બાળકો ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

પાટણ જિલ્લામાં 801 સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે. જેમાં ધોરણ 1થી 8માં 52 હજાર 535 બાળકો અભ્યાસ કરે છે. ઘણી સરકારી શાળાઓ માળખાગત સુવિધાઓ જેવી કે રૂમની ઘટ, શૌચાલય, પાણીની ટાંકી અને રમતના મેદાનથી વંચિત છે.

Download Our B K News Today App



Related News