પઠાણ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં સપડાઇ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-15 17:10:51
  • Views : 165
  • Modified Date : 2022-12-15 17:10:51

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ તેની રિલીઝ પહેલાં જ વિવાદોમાં ફસાયેલી છે. ફિલ્મનું ટીઝર બુધવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. તેનું પહેલું ગીત 'બેશરમ રંગ...' પણ રિલીઝ થઈ ગયું છે. જેમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણે ખૂબ જ હોટ અને બોલ્ડ સીન્સ આપ્યા છે. આ ગીતમાં દીપિકાએ ભગવા રંગનો બોલ્ડ ડ્રેસ પહેર્યો છે, આ માટે ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે.

મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે 'ફિલ્મ પઠાણના ગીતમાં અભિનેત્રીના કોસ્ચ્યુમ અને દૃશ્યોને ફરી શૂટ કરવામાં આવે, નહીંતર રાજ્યમાં ફિલ્મને મંજૂરી આપવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.' આ કેસમાં વિપક્ષના નેતાએ પણ ફિલ્મનાં દૃશ્યોને લઈને વાંધો ઉઠાવ્યો છે.

મિશ્રાએ કહ્યું હતું કે ફિલ્મના ગીતમાં જે કોસ્ચ્યુમનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પ્રથમ દૃષ્ટિએ ખૂબ જ વાંધાજનક છે. આ ગીત ભ્રષ્ટ માનસિકતાના કારણે ફિલ્માવવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

પઠાણનું ટીઝર બુધવારે રિલીઝ થયું. તેનું પહેલું ગીત 'બેશરમ રંગ...' રિલીઝ થઈ ગયું છે. જેમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે ખૂબ જ હોટ અને બોલ્ડ સીન્સ આપ્યા છે.

વિપક્ષના નેતા ગોવિંદ સિંહે કહ્યું, તેમણે જે દૃશ્ય જોયું તે અભદ્ર હતું. ભારતીય સંસ્કૃતિ આને સ્વીકારી શકતી નથી. આપણા દેશની પરંપરા નથી કે યુવાનોમાં આ પ્રકારનાં અર્ધ-નગ્ન દૃશ્યો પડદા પર બતાવવામાં આવે. જાણી જોઈને ષડ્યંત્ર હેઠળ આ કરવામાં આવી રહ્યું છે. હું તેની નિંદા કરૂં છું. ભાજપની સરકારમાં પૈસા આપો, ઓર્ડર લો, આ બધું ચાલી રહ્યું છે. સંસ્કૃતિ તો ભાજપનાં ભાષણોમાં જ છે.

વિપક્ષના નેતા ગોવિંદ સિંહે કહ્યું હતું કે સેન્સર બોર્ડે કેવી રીતે મંજૂરી આપી? શું સરકારના પ્રતિનિધિઓ તેમાં રહેતા નથી? પૈસા આપીને કામ કરાવો અને પછી તેને ભાર આપીને દેશનું વાતાવરણ બગાડવામાં આવે છે. ભગવા રંગને બેશરમ રંગ કહેવા પર વિપક્ષના નેતાઓ કહ્યું કે તે ખોટું છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલાં વાંધાજનક દૃશ્યો તાત્કાલિક હટાવવાં જોઈએ.

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના ફિચર્ડ ગીત પર બે દિવસમાં 3 કરોડ 20 લાખ વ્યૂઝ મળ્યા છે. આ ગીતમાં દીપિકા પાદુકોણનો ગ્લેમરસ લુક જોવા મળ્યો છે. તેના ડાન્સ મૂવ્સ પણ શાનદાર છે. શાહરુખનો ડેશિંગ લુક પણ જોવા મળી રહ્યો છે. આ ગીતને શિલ્પા રાવે પોતાનો અવાજ આપ્યો છે, જ્યારે વિશાલ-શેખરે તેને કમ્પોઝ કર્યું છે. આ ગીતને વૈભવી મર્ચન્ટે કોરિયોગ્રાફ કર્યું છે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી આ ગીત ઘણી રીતે હેડલાઈન્સમાં છે.

પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. આ હિન્દીની સાથે સાઉથની ભાષાઓમાં પણ રિલીઝ થશે. ફિલ્મમાં દીપિકા અને શાહરૂખની સાથે જોન અબ્રાહ્મ પણ જોવા મળશે. જોન વિલનનો રોલ ભજવી રહ્યા છે. એક મહિના પહેલાં ટીઝર રીલિઝ થયું હતું. કેટલાક લોકોને આ પસંદ આવ્યું નથી. સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર કરવાની માગ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News