સંસદ પરિસરમાં ટ્રમ્પના સમર્થકોનો હોબાળો, 4નાં મોત; વોશિંગ્ટનમાં 15 દિવસની પબ્લિક ઇમર્જન્સી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 11:15:38
  • Views : 373
  • Modified Date : 2021-01-07 11:15:38

    અમેરિકાના વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હંગામો કર્યો છે. સંસદ પરિસરમાં કરવામાં આવેલી બબાલમાં અત્યારસુધીમાં એક મહિલા સહિત ચાર લોકોનાં મોત થયાં છે. હિંસાને જોતાં વોશિંગ્ટનના મેયરે 15 દિવસની ઈમર્જન્સીની જાહેરાત કરી છે.

    અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પછી જે વાતનો ડર હતો એ જ બન્યું. બુધવારે અહીં સંસદનાં બંને ગૃહો જો બાઈડનની જીત પર મહોર લગાવવા કાર્યરત થયાં. કાઉન્ટિંગ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકો સંસદના બિલ્ડિંગ (કેપિટલ હિલ)માં ઘૂસી ગયા હતા. આ દરમિયાન ગોળીબાર પણ થયો અને એમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. થોડા કલાક પછી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (HOR)નાં સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું-અમે ડર્યા વિના પોતાનું કામ ચાલુ રાખીશું. જોકે એ સ્પષ્ટ નથી કે હવે બાઈડનની જીતની ઔપચારિક ઘોષણા ક્યારે કરવામાં આવશે. અહીં અમે તેમને આ ઘટના સાથે સંકળાયેલાં એપડેટ્સ આપી રહ્યાં છીએ...વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં હોબાળાના સમાચારથી હેરાન છું, સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ. લોકતાંત્રિક પ્રક્રિયાને ગેરકાયદે હિંસક દેખાવોથી પ્રભાવિત ન કરી શકાય.


Download Our B K News Today App



Related News