મારી પડોશમાં રહેતી એક છોકરીને હું પ્રેમ કરું છું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-26 14:45:21
  • Views : 585
  • Modified Date : 2019-11-26 14:45:21

તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ એ છોકરીનો પરિવાર અમારા આ સંબંધ માટે રાજી નથી. હું નાનો હતો ત્યારે મારા પિતા સાથે મારા સારા સંબંધો હતા. પરંતુ મેં નોકરી કરવાની શરૂઆત કર્યાં પછી તેઓ મારી સાથે વિચિત્ર રીતે વર્તવા માંડયા છે. હું મારા મમ્મી-પપ્પાનું એક માત્ર સંતાન છું. આથી લાડકોડમાં ઉછર્યો છું. પરંતુ હમણા મારી કોઇ સ્ત્રી મિત્ર કે મહિલા સહ-કર્મચારીનો ફોન આવે તો તેઓ મારી તરફ શંકાની નજરે જુએ છે.


હું ટુર પર જાઉં તો પણ તેઓ ચિંતા કરે છે અને તેમને ગમતું નથી. તેમની અને મારી લાઇન અલગ હોવી છતાં પણ તેઓ મને મારા કામમાં સલાહ આપ્યા કરે છે. હું તેમની વાત સાંભળું નહીં તો તેઓ ઘણા નર્વસ થઇ જાય છે. શું કરવું તે મને સમજાતું નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવક (મુંબઇ)

* નવી પેઢી પોતાનું સ્થાન લઇ રહી હોવાની વાત પચાવવાનું કામ ઘણું મુશ્કેલ છે. તમારા પિતાની આ સમસ્યા સાઇકોલોજીકલ છે. તમારા પિતાને તમારા પર ઘણો પ્રેમ છે. હવે પરિસ્થિતિ બદલાઇ રહી છે. અને તમે એમનું સ્થાન લેવા માંડયા છો એ તેઓ સમજી ગયા હોય એવું લાગે છે. તેઓ તમારા બાળપણને પકડી રાખવાનો મિથ્યા પ્રયાસ કરી રહ્યા છે. તેમને હજુ તમારા પર તેમનો દાબ ચાલુ રાખવો છે. તમે હવે મોટા થયા છો અને તમને સ્વતંત્રતા તેમજ મોકળાશની જરૂર છે.

તેમજ તમે તમારી જાતે નિર્ણય લઇ શકો છો એ વાત સમજવા તેઓ  માનસિક રીતે તૈયાર નથી. આથી તમારે હવે બંને વચ્ચેનું અંતર ઘટાડવાની જરૂર છે. તેમને તમારો સમય આપો. તેમની સાથે ફરવા જાવ. મેન ટુ મેન વાતો કરો. પિતા અને પુત્રનો નાતો  ઘણો મુલ્યવાન છે. પુરુષો પોતાની લાગણી વ્યક્ત કરી શકતા નથી. આથી તમારે તમારા સંબંધને પુખ્ત વયના સંબંધમાં બદલવાના પ્રયત્નો કરવાની જરૂર છે.

મારી સાથે કામ કરતા એક પુરુષ સાથે મારે સંબંધ છે. અમે લગ્ન કરવાનો વિચાર કરતા હોવાથી મેં નોકરી પણ છોડી દીધી હતી. પરંતુ હવે  અમારી વચ્ચે મતભેદ થયો છે. મને કારકિર્દી બનાવવી છે અને તે આની વિરુધ્ધ છે. આથી અમે લગ્ન કરવાનું માંડી વાળ્યું. પરંતુ અમારી વચ્ચે શારીરિક સંબંધ ચાલુ છે. તેના પરિવારે દેખાડેલી કોઇ છોકરી તેને પસંદ પડી નથી.

હવે તે મારી સાથે લગ્ન કરવા માગે છે. અને હવે મારે નક્કી કરવાનું છે. એમ તેણે મને કહ્યું હતું. પરંતુ બીજે દિવસે તેણે મને ફોન કરી આ બધુ ભૂલી જવાનું કહ્યું અને માત્ર મિત્રો જ તરીકે સંબંધ ચાલું રાખવાનું કહ્યું. હું તેને ઘણો પ્રેમ કરું છું અને આ પરિસ્થિતિ માટે મારી જાતને બદનામ કરું છું. હવે મારે શું કરવું એ જણાવવા વિનંતી.
- એક યુવતી (મુંબઇ)

* તમારા ઉદાર અને પ્રેમાળ સ્વભાવે આ પુરુષને મોકળું મેદાન આપી દીધું છે. તે તમારું શોષણ કરી રહ્યો છે. એક વાર લગ્નનો વિચાર માંડી વાળ્યા પછી તેની સાથે સંબંધ ચાલુ રાખવાની શું જરૂર હતી. આથી હવે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવામાં જ ભલાઇ છે. તે તમારી સાથે લગ્ન કરવા માંગતો નથી. માત્ર તમારો ઉપભોગ જ કરવા માગે છે. આથી તમને સમજે એવો અને તમારી કારકિર્દીમાં આડખીલી બને નહીં એવો પુરુષ શોધો અને આ કહેવાતા પ્રેમીને તેનો રસ્તો દેખાડી દો એમાં જ તમારું ઉજળું ભવિષ્ય છે.

હું ૨૮ વરસનો છું. મારે સારી નોકરી છે. મારી પડોશમાં રહેતી એક છોકરીને હું પ્રેમ કરું છું. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ એ છોકરીનો પરિવાર અમારા આ સંબંધ માટે રાજી નથી. હવે મારે કેવા પગલા લેવા? આ છોકરી આજ્ઞાાંકિત છે એ સહેજ જાણવા ખાતર લખ્યું છે.
- એક યુવક (અમદાવાદ)

* તમારા પત્ર દ્વારા સમજાય છે કે તમે તમારા માતા-પિતાની ઇચ્છા મુજબ બીજી છોકરી સાથે લગ્ન કરી એ છોકરીને અન્યાય કરવા તૈયાર નથી. આથી ઉતાવળે લગ્નનો નિર્ણય લેવો યોગ્ય નથી. તમે તમારી પ્રેમિકાને ભૂલી શકો નહીં ત્યાં સુધી બીજી છોકરી સાથે લગ્ન કરવાનો વિચાર મૂકી દો. શક્ય હોય તો એ છોકરીના પરિવારને સમજાવો. આ વાત તેમને ગળે ઉતારવા માટે જરૂરી એવો સમય આપો. એકાદ વરસ પછી તમારી લાગણીઓમાં કોઇ ફેર પડયો હોય નહીં તો પાછો આ વિષય ઉખેળો.

ત્યાં સુધી આ છોકરીનું મન પણ જાણી લો. આમ છતાં પણ પરિસ્થિતિ સુધરે નહીં તો એ છોકરીને ભૂલાવવા સિવાય તમારી પાસે બીજો કોઇ રસ્તો જ નથી. ભૂલવાનું કામ મુશ્કેલ છે પણ અશક્ય નથી. આ કામમાં સમય તમને ઘણી મદદ કરશે. તમારી લાગણીઓમાં સ્પષ્ટ થયા પછી જ બીજી છોકરી સાથે લગ્ન કરવાનો વિચાર કરજો. આ છોકરીને પણ તેના પરિવારને સમજાવાનું કહો. છોકરી મક્કમ હશે તો શક્ય છે તેના ઘરનાં લોકો નમતું જોખે.

Download Our B K News Today App



Related News