પાકિસ્તાને હવે પંજાબમાં શરૂ કરી હલકટાઈ, ડ્રોન દ્વારા 8 વાર મોકલ્યા હથિયારો!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-25 15:15:57
  • Views : 494
  • Modified Date : 2019-09-25 15:15:57

કાશ્મીરમાં ધમપછાડા કર્યા બાદ કંઈ જ ના મળતા હવે પાકિસ્તાન હલકટાઈ પર ઉતરી આવ્યું છે. હવે પાકિસ્તાન ભારતના પંજાબમાં ખાલિસ્તાન ચળવળને સમર્થન આપવાના પ્રયાસમાં જોતરાઈ ગયું છે. આ મામલે એક ગંભીર ઘટના સામે આવી છે.ઉલ્લેખનીય છે કે, ગત બે દિવસ પહેલા જ પંજાબના તરન્-તારણ જીલ્લામં 4 ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકદ કરવામાં આવી હતી. તેમની પાસેથી મોટા પ્રમાણમાં એકે-47 રાઈફલ સહિત અનેક ઘાતક હથિયારો મળી આવ્યા હતાં. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ હથિયારોની સપ્લાઈ જીપીએસ-ફિટેડ ડ્રોની મદદથી સરહદ પારથી કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને કેપ્ટન અમરિંદર સિંહે ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે સરહદ પારથી પાકિસ્તાની ડ્રોનનો ઉપયોગ કરી હથિયારો અને કારતૂસોની ખેપ પહોંચાડવાની તાજેતરની ઘટના જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની જોગવાઈઓને હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓનો નવો જ અને ભયાનક પુરાવો છે. ડ્રોન સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવે અમિત શાહસિંહે ઉમેર્યું છે કે, હું અમિત શાહને આગ્રહ કરૂ છું કે, આ ડ્રોન સમસ્યાનો જેમ બને તેમ સત્વરે ઉકેલ લાવે. તો ડીજીપી દિનકર ગુપ્તાએ પણ આ વાતનો ખુલાસો કરતા કહ્યું છે કે, હથિયાર ડ્રોનની મદદથી પાકિસ્તાનમાંથી જ ડિલિવર કરવામાં આવ્યા હતાં. ગુપ્તાએ તેમાં પાકિસ્તાન પ્રાયોજીત જેહાદી અને પ્રો-ખાલિસ્તાની જુથો અને આઈએસઆઈનો હાથ ગણાવ્યો હતો. ગુપ્તાએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ આટલા મોટા પ્રમાણમાં હથિયારોની સપ્લાઈ કરવાનો ઉદ્દેશ્ય પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં આતંકી અને ઉગ્રવાદી ગતિવિધિઓને હવા આપવાનો છે. અહેવાલમાં થયેલા ખુલાસા પ્રમાણે પાકિસ્તાને પંજાબમાં હથિયારો મોકલવા માટે એક બે વાર નહીં પણ 8 – 8 વાર ઉપયોગ કર્યો હતો.પંજાબમાં ખાલિસ્તાની આતંકી મોડ્યૂલનો ખુલાસો થયા પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા હથિયારોની સપ્લાઈ કરવાની અતિગંભીર ઘટના સામે આવી છે. ખુદ પંજાબ પોલીસે જ પોતાની તપાસમાં આ પ્રકારનો ખુલાસો કર્યો છે. એ પણ એક વાર નહીં પણ આઠ વાર પાકિસ્તાને હથિયારોની ખેપ પંજાબમાં મોકલવા ડ્રોન મોકલ્યા હતાં. પંજાબ પોલીસના આ દાવા બાદ રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આગ્રહ કર્યો છે કે, તેઓ આ ડ્રોન સમસ્યાનું જેમ બને તેમ જલદી નિરાકરણ લાવે.

Download Our B K News Today App



Related News