પાકિસ્તાનને માર્ચમાં વેક્સિનના 60 લાખ ડોઝ મળશે, ચાર દેશમાં હાલ પણ રોજ 1 હજારથી વધુ મૃત્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 12:08:33
  • Views : 459
  • Modified Date : 2021-01-31 12:08:33

    કોરોનાના બીજા રાઉન્ડનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોના વેક્સિનેશન શરૂ થયું નથી. દેશની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ ચીનના સિનાફાર્મ, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા અને રશિયાની સ્પૂતનિક V વેક્સિનના ઈમરજન્સી એપ્રુવલની મંજૂરી આપી છે.

    પાકિસ્તાનના પ્લાનિંગ એન્ડ ડેવલોપમેન્ટ મિનિસ્ટર અસદ ઉમરે શનિવારે જણાવ્યું કે 2021ના ફર્સ્ટ હાફથી એસ્ટ્રાજેનેકાની વેક્સિનના 1.7 કરોડ ડોઝનો સપ્લાઈ શરૂ થઈ જશે. તેમણે સોશિયલ મીડિયા પર એ ગુડ ન્યુઝ આપ્યા કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કોવેક્સ પ્લેટફોર્મ તરફથી તેમને પત્ર મળી ગયો છે. દેશને વેક્સિનના 60 લાખ ડોઝ માર્ચમાં મળી જશે. તેમણે લખ્યું કે અમે વેક્સિનની ઉપલબ્ધતા નક્કી કરવા માટે આઠ મહિના પહેલા કોવેક્સની સાથે કરાર કર્યો હતો.

    આ દરમિયાન વડાપ્રધાનના સ્પેશિયલ આસિસ્ટન્ટ હેલ્થ ડો. ફેસલ સુલ્તાને જણાવ્યું કે શરૂઆતમાં સિનોફાર્મ વેક્સિનના પાંચ લાખ અને એસ્ટ્રાનેજેકાના 70 લાખ ડોઝ મળશે. તેને લોકોને ફ્રીમાં આપવામાં આવશે. પાકિસ્તાનમાં આગામી સપ્તાહથી વેક્સિન ડ્રાઈવ શરૂ થઈ શકે છે. પ્રથમ ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સને વેક્સિન આપવામાં આવશે. કોવેક્સ WHOએ બનાવેલું અલાયન્સ છે. તે વિશ્વની 20 ટકા વસ્તીને વેક્સિન ઉપલબ્ધ કરાવશે. ગત એપ્રિલમાં બનાવવામાં આવેલ અલાયન્સમાં પાકિસ્તાન પણ સામેલ છે.વિશ્વમાં કોરના દર્દીઓનો આંકડો 10.31 કરોડથી વધુ થયો. 7 કરોડ 47 લાખથી વધુ લોક સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધી 22 લાખ 29 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે.

    હવે માત્ર 4 દેશ છે, જ્યાં પ્રત્યેક દિવસે 1 હજારથી વધુ મોત થઈ રહ્યાં છે. તેમાં અમેરિકામાં સૌથી આગળ છે. અહીં શનિવારે 2889 દર્દીઓએ જીવ ગમુવ્યો છે. તે પછી મેક્સિકોમાં 1434, બ્રિટનમાં 1200 અને બ્રાઝીલમાં 1196ના મોત થયા છે. હેરાન થવાની વાત એ છે કે કોરોનાના દર્દીઓના મામલામાં 13માં નંબરે રહેલું મેક્સિકો પ્રત્યેક દિવસે થઈ રહેલા મોતના મામલામાં બીજા નંબરે છે. અહીં 18,41,893 દર્દીઓ છે.


Download Our B K News Today App



Related News