પાકિસ્તાનમાં જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-08 11:35:02
  • Views : 635
  • Modified Date : 2019-05-08 11:35:02

પાકિસ્તાનના લાહોર સ્થિત દાતા દરબાર દરગાહની બહાર મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે, જેમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જેમની ઓળખ પાકિસ્તાન પંજાબ પોલીસના એલીટ ફોર્સના કમાન્ડો તરીકે થઇ છે. આ સિવાય 19થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. દાતા દરબાર સૂફી દરગાહ છે.આ આત્મઘાતી હુમલામાં ઘાયલ લોકોને મયો હોસ્પિટલમાં દાખલ કરાયા છે, અહીં 7-8 લોકોની સ્થિતિ નાજુક જણાવામાં આવી રહી છે. આ હુમલા બાદ દાતા દરબારને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યું છે. સાથો સાથ દાતા દરબારને બંધ કરી દીધો. જાયરીનોને દાતા દરબાર નહીં જવાની સલાહ આપી છે. 2010મા આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં કમ સે કમ 50 લોકોના મોત થયા હતા. જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાન સમાચાર ચેનલ જિયોના મતે દાતા દરબાદ બોમ્બ બ્લાસ્ટમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Download Our B K News Today App



Related News