પાકિસ્તાન બન્યું ભિખારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-18 13:19:39
  • Views : 503
  • Modified Date : 2019-05-18 13:19:39

પાકિસ્તાનમાં રૂપિયો શુક્રવારે ડોલરની તુલનાએ અત્યાર સુધીના ઇતિહાસનાં તળીયે પહોંચી ચુક્યું છે. બીજી તરફ કરાંચી શેરબજારમાં 800થી વધારે પોઇન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની રૂપિયો 150ના સ્તર પર પહોંચી ચુક્યો છે. આઇએમએફથી લોન નહી મળવાની ભીતિના પગલે પાકિસ્તાની રૂપિયો સતત ઘટી રહ્યો છે. રૂપિયાના ગગડી રહેલા ભાવ માટે પાકિસ્તાનની કેન્દ્રીય બેંક સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) પણ કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ નથી કરી રહ્યું. કરાંચી શેરબજારમાં પણ શુક્રવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 804.5 પોઇન્ટના ઘટાડા સાથે 33,166.6 ના સ્તર પર બંધ થયું હતું. હવે આઇએમએફ બોર્ડની બેઠક બાદ  સોમવારે શેરબજારની ચાલમાં વધારે ઘટાડો થઇ શકે છે. લાહોર હાઇકોર્ટનાં અધિકારીઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. સરકારી ખર્ચ પર અધિકારી હવે ચા નહી પી શકે. હાઇકોર્ટે કહ્યું કે, નેતા અને સરકારી બાબુ ખજાનાઓનાં રક્ષક છે. તેઓ આ સરકારી ખજાનાનો ઉપયોગ પોતાનાં વ્યક્તિગત્ત ખર્ચાઓ માટે ન કરે. એટલા માટે બેઠકમાં ચા નહી પીવડાવવામાં આવે. કોર્ટ આ મુદ્દે આગામી સુનવણી 23 મેનાં રોજ કરશે. 

Download Our B K News Today App



Related News