ઈરાનના આતંકવાદીઓ નો જવાબદાર પ્રહાર બસમાંથી ઉતારીને 14 પાક સૈનિકોની હત્યા,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 08:49:15
  • Views : 575
  • Modified Date : 2019-04-21 08:49:15

પાકિસ્તાનના 14 સૈનિકોની બસમાંથી ઉતારીને ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી છે.18 એપ્રિલે બલૂચિસ્તાન પ્રાંતમાં સૈનિકોના વેશમાં આવેલા અજાણ્યા વ્યક્તિઓએ આ બસને રસ્તા પર અટકાવી હતી.  તેમાં મુસાફરી કરી રહેલા પાકના  સૈનિકોને બસમાંથી નીચે ઉતારી  ફરજ પાડી હતી.પછી  તેમને ગોળીઓથી વિંધી નાંખ્યામાં આવ્યા  હતા.જોકે આ હત્યાકાંડ બાદ પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સબંધોમાં તનાવ આવી ગયો હતો .પાકિસ્તાને આ કૃત્ય માટે તહેરાન સ્થિત આતંકવાદીઓને જવાબદાર ઠેરવીને તેમની સામે કાર્યવાહી કરવાની  માંગ કરી છે.પાકિસ્તાની સરકારે કહ્યુ હતુ કે, નિર્દોષ પાકિસ્તાનીઓની હત્યા બહુ ગંભીર ઘટના છે.જેનો પાકિસ્તાન વિરોધ કરે છે.હવે ઈરાન તેના પર શું કાર્યવાહી કરે છે તેની રાહ જોવાઈ રહી છે.પાક પીએમ ઈમરાનખાન આજથી ઈરાનની મુલાકાતે છે ત્યારે તેના પહેલા જ આ હત્યાકાંડ સર્જાયો છે. જેના પર ઈરાનના વિદેશમંત્રીનુ કહેવુ છે કે, આ માટે ઈરાન અને પાકિસ્તાનના દુશ્મન જવાબદાર છે.આ હુમલાની ઈરાન નિંદા કરે છે.

Download Our B K News Today App



Related News