પાક. એર સ્પેસનો ઉપયોગ કરી બિશ્કેક જશે પીએમ મોદી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 13:14:49
  • Views : 550
  • Modified Date : 2019-06-11 13:14:49

ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહેલા તણાવની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લેનને કિર્ગિસ્તાન જવા માટે પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન મોદી 13 અને 14 જૂનના રોજ શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવા બિશ્કેક જઈ રહ્યા છે.
ભારત સરકારે પાકિસ્તાનને તેમના એરસ્પેસ વડાપ્રધાનના પ્લેનને પસાર થવા માટે અનુરોધ કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે ભારત સરકારના અનુરોધનો સ્વીકાર કરતાં તેની મંજૂરી આપી દીધી છે.એસસીઓની બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ ઉપિસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ, આ દરમિયાન પીએમ મોદી અને ઈમરાનની મુલાકાત પણ થઈ શકે છે.બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ હુમલો કર્યા બાદથી પાકિસ્તાને 26 ફેબ્રુઆરીએ પોતાના એરસ્પેસને સમગ્રપણે બંધ કરી દીધું હતું. બાદમાં 11માંથી માત્ર બે રસ્તાને ખોલવામાં આવ્યા હતા. આ બંને રસ્તા દક્ષિણ પાકિસ્તાનની ઉપરથી પસાર થાય છે.

Download Our B K News Today App



Related News