ધર્માતરણના મામલે આદિવાસી સમાજમાં આક્રોશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-03 16:53:07
  • Views : 429
  • Modified Date : 2023-01-03 16:53:07

છત્તીસગઢના નારાયણપુરમાં ધર્માંતરણ મામલે આદિવાસી સમાજમાં આક્રોશ છે. લોકો રસ્તા પર ઉતરીને રોષ વ્યક્ત કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ સોમવારે ઘટનાસ્થળે પહોંચેલા નારાયણપુરના એસપી સદાનંદ કુમાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નવા વર્ષના એક દિવસ અગાઉ તમામ આદિવાસી સમાજને ધર્માંતરણ મામલે જાણકારી મળી હતી. આને લઈને સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. આરોપ છે કે આ દરમિયાન એક ખાસ ધર્મના લોકોએ તેની સાથે મારપીટ કરી હતી. એમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

આ ઘટનાને લઈને નારાયણપુર જિલ્લાના અલગ-અલગ ગામોમાં બબાલ ચાલી રહી છે. આદિવાસી સમાજના લોકોએ બજારમાંથી આ મામલાના વિરોધમાં રેલી કાઢી હતી. આ અંગેની માહિતી મળતા જ જિલ્લા પોલીસ અને વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું હતું. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

નવા વર્ષના એક દિવસ પહેલા એડકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોરા ગામમાં ધર્માંતરણ મામલાને લઈને બે સમુદાયો સામસામે આવી ગયા હતા. આ પછી ભારે હોબાળો થયો હતો. આ લડાઈમાં ઘણા લોકો ઘાયલ થયા. ઘટનાને લઈને સર્વ આદિવાસી સમાજે સોમવારે નારાયણપુર બંધનું એલાન આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

આ મામલાને લઈને છેલ્લા કેટલાય દિવસોથી નારાયણપુર જિલ્લામાં આદિવાસી ખ્રિસ્તીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરી બહાર તેમના પર થયેલા કથિત અત્યાચારના વિરોધમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ વહીવટીતંત્ર પર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે

Download Our B K News Today App



Related News