ચીનમાં ઓક્યૂપેશનલ ડિસીઝના 2.5 કરોડથી વધુ પીડિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-20 12:37:02
  • Views : 533
  • Modified Date : 2019-05-20 12:37:02

ચીનના પ્રોડક્ટ્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ઘણા પ્રખ્યાત છે. પછી ભલે તે ટેક્નોલોજીનો સામાન હોય કે ઘર વપરાશના ચીનમાં બનાવવામાં દરેક વસ્તુ સમગ્ર દુનિયામાં નિકાસ કરવામાં આવે છે. ચીનના લોકો જેટલી મહેનત કરે છે, તેટલા વધારે રોગોથી પીડાય છે. ચીનના રિપોર્ટ અનુસાર, વર્ષ 2018ના અંત સુધી ઓક્યૂપેશન ડિસીઝ (વ્યવસાયના કારણે થતો રોગ)ના લગભગ 9,70,000 કેસ જોવા મળ્યા છે. જેમાં 90 ટકા કેસ ન્યૂમોકોનિયોસિસ (ખાંસી અને શ્વાસ લેવાની મુશ્કેલીઓના લક્ષણો)ના જોવા મળી રહ્યાં છે.એક અધ્યયન અનુસાર, 90 કરોડ ચીન કર્મચારીઓમાંથી 2.5 કરોડ કર્મચારીઓમાં દર વર્ષે કાર્યસ્થળ પર રોગમાં જકડાઇ જાય છે. જેમાં સૌથી વધારે લોકો ન્યૂમોકોનિયોસિસના પીડિત છે. આ લાંબા સમય સુધી રહેતો અને જીવલેણ રોગ છે. જેમાં ધૂળ અને નાના કંણોના અંદર જવાથી ફેફસાને અસર થાય છે.

Download Our B K News Today App



Related News