રશિયાએ પણ બનાવ્યો તરતો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 19:18:39
  • Views : 527
  • Modified Date : 2019-05-02 19:18:39

રશિયામાં પાણી પર તરતુ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ તૈયાર થઇ ગયું છે. જોકે આ રીતની પાવર સિસ્ટમ ઘણી દુર્લભ હોય છે. પણ આ રીતના પાવર પ્લાન્ટ પહેલા પણ બની ચુક્યા છે. ઉદાહરણ તરીકે અમેરિકી સૈનાનું સ્ટર્ગિસ જે વિયતનામ યુદ્ધ દરમિયાન પનામા તળાવમાં બનાવવામાં આવ્યું હતુ. આ 10 મેગાવોટ વિજળી ઉત્પન કરનારું તરતુ પરમાણુ રિએક્ટર હતુ. રશિયાના સરકારી પરમાણુ ઊર્જા નિગમ (રોસેટમ)એ જણાવ્યું કે, તેમનું પાણીમાં તરતું પરમાણુ વીજમથક વ્યવસાયિક સંચાલન માટે તૈયાર છે. એક નિવેદનમાં રોસેટમે જણાવ્યું કે, તરતા વીજ મથકના બે રિએક્ટરોને 31 માર્ચ સુધી તેમની 100 ટકા કાર્યક્ષમતા માટે સફળતાપૂર્વક તૈયાર કરી લેવાયા હતા. તેમના મુખ્ય અને અન્ય સહાયક ઉપકરણોના સંચાલન માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે.રોસેટમના ઊર્જા વિભાગ રોસેનેર ગોએટમના મહાનિદેશક આન્દ્રેઈ પેટ્રોવે જણાવ્યું કે, આ પરીક્ષણોના આધારે પરિણામ ઈપીયુ માટે સ્વીકૃત પ્રમાણપત્ર અધિકારીઓ દ્વારા આપવામાં આવશે. તેના સંચાલન માટે લાયસન્સની તપાસ જુલાઈમાં કરવામાં આવશે.ફ્લોટિંગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે હાઈડ્રોલિક માળખા સાથે જ સ્થાનિક ગ્રીડમાં વીજળીના ટ્રાન્સમિશનને સુનિશ્ચિત કરતું માળખું પણ આ વર્ષના અંત સુધીમાં બનીને તૈયાર થઈ જશે. શહેરોના નેટવર્ક માટે હીટિંગ પેવેકનું કામ પણ આ વર્ષના અંત સુધી પુરું થઈ જશે.

Download Our B K News Today App



Related News