યુએસના પ્રતિબંધો અને નિષ્ફળ સમિટ બાદ કિમ જોંગ અંશાતિની રાહે, ગાઇડેડ વેપનનું પરિક્ષણ કર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 08:33:53
  • Views : 521
  • Modified Date : 2019-04-19 08:33:53

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે બે મહત્વની સમિટ બાદ પણ કોઇ રાહત પેકેજ કે પ્રતિબંધોમાં રાહત નહીં મળતા, નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન ફરીથી જૂની રાહે ચાલી રહ્યા છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, બુધવારે નોર્થ કોરિયાએ ગાઇડેડ વેપનનું પરિક્ષણ કર્યુ છે. જો કે, તેમાં એ નથી જણાવવામાં આવ્યું કે, આ હથિયાર ક્યા પ્રકારનું હતું. એજન્સીનું કહેવું છે કે, પરિક્ષણ સમયે કિમ હાજર હતા, તેઓએ પરિક્ષણ કરતી ટીમનો ઉત્સાહ પણ વધાર્યો હતો. નવેમ્બર 2018 બાદ આ પહેલી ઘટના છે જ્યારે નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ કોઇ હથિયારના પરિક્ષણને જોવા માટે હાજર રહ્યા હોય. એક દિવસ અગાઉ જ તેઓએ એરફોર્સ યુનિટની મુલાકાત લીધી હતી. એજન્સીનું કહેવું છે કે, કિમ ઓબ્ઝર્વેશન પોસ્ટ પર હાજર હતા અને હથિયારનું નિર્માણ કરનારી ટીમનો ઉત્સાહ વધારી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કિમ નોર્થ કોરિયાને હથિયારોના મામલે સંપુર્ણ રીતે આત્મનિર્ભર બનાવવા ઇચ્છે છે. 

Download Our B K News Today App



Related News