આગામી દિવસોમાં ઉ.ભારતને ઠંડીમાંથી રાહત મળશેઃ હવામાન વિભાગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-20 17:25:17
  • Views : 429
  • Modified Date : 2023-01-20 17:25:17

ઉત્તર ભારતમાં ઠંડીએ ભારે આતંક મચાવ્યો છે. દિલ્હીમાં 12 વર્ષ પછી સૌથી લાબી શીત લહેર રહી હતી. આ વર્ષે જાન્યુઆરીના 8 દિવસ એવા રહ્યા જેમાં તાપમાન ચાર ડિગ્રીથી ઓછું રહ્યું બુધવારે તાપમાન 2,6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ બધાની વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. તેના મતે ઠંડીમાં થોડો ઘટાડો થશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 19 અને 20 જાન્યુઆરીના રોજ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થશે. વળી વરસાદના હળવા ઝાપટા પડવાની પણ આગાહી કરાઈ છે. આ દરમિયાન 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે.

હવે તાપમાન વધવાનું શરૂ થશે. 24મી જાન્યુઆરી સુધીમાં મહત્તમ તાપમાન 22 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. બુધવારે મહત્તમ તાપમાન 19.6 અને લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં લોદી રોડમાં સૌથી લઘુત્તમ તાપમાન 2.2 ડિગ્રી, રિજમાં 2.3, જાફરપુરમાં 2.9 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે બુધવાર સુધી ઠંડીનું મોજુ યથાવત રહેવાની આગાહી કરી હતી.

2012 થી 2023 દરમિયાન દિલ્હીમાં શીત લહેર આટલી લાંબી ચાલી ન હતી. 5 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 3.0 ડિગ્રી, 6 જાન્યુઆરીએ 4 ડિગ્રી, 7 જાન્યુઆરીએ 2.2 ડિગ્રી, 8 જાન્યુઆરીએ 1.9 ડિગ્રી, 16 જાન્યુઆરીએ 1.4 ડિગ્રી, 17 જાન્યુઆરીએ 2.4 ડિગ્રી હતું. અને 18 જાન્યુઆરીએ તે 2.6 ડિગ્રી હતું.

Download Our B K News Today App



Related News