નવા વર્ષના દિવસે ફેક્ટરીમાં લાગેલી આગમાં નવ જીવતા બળીને ખાખ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2023-01-02 16:27:39
  • Views : 453
  • Modified Date : 2023-01-02 16:27:39

મહારાષ્ટ્રના નાસિકમાં વર્ષના પહેલા દિવસે જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં નાસિક-મુંબઈ હાઈવે પર ગોંડે ગામની જિંદાલ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં નવ લોકો જીવતા સળગી ગયા હતા. આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. આ કંપનીનું બોઇલર ફાટ્યું હોવાની ચર્ચા આ વિસ્તારમાં થઇ રહી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની અસર 20થી 25 ગામોમાં જોવા મળી હતી. આ કંપની બંધ વિસ્તારમાં હોવાના કારણે હજુ સુધી સંપૂર્ણ જાણકારી સામે આવી નથી. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર એન્જિનો ઘટના સ્થળે જ આગ ઓલવવામાં લાગેલા છે.

જિલ્લા કલેક્ટર ગંગાધરન ડી અને પોલીસ એસપી શાહાજી ઉમાપ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ ભયંકર રીતે ફેલાઈ રહી છે. ફેક્ટરીમાં જે પ્રકારનો કાચો માલ છે તેના કારણે આગ વધુ ઝડપથી ફેલાઇ રહી છે. આથી આગ પર કાબુ મેળવવામાં વધુ સમય લાગી શકે છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર જિંદાલ ગ્રુપની કંપની ઇગતપુરીના મુંઢેગાંવ પાસે આવેલી છે. સવારે કારખાનામાં જોરદાર ધડાકો થયો હતો અને આગ લાગી હતી. ત્યાં હાજર કામદારોને કંઈક સમજાયું ત્યાં સુધીમાં આગ ઝડપથી ફેલાવા લાગી અને ઘણા લોકો ઘટના સ્થળે ફસાઈ ગયા. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને બ્લાસ્ટ બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. જાણકારી મુજબ કંપનીની હાલત ગંભીર છે. આગ લાગવાના કારણે ફેક્ટરીમાં અવારનવાર બ્લાસ્ટ થતા રહે છે.

Download Our B K News Today App



Related News