રશિયાએ યુક્રેન પર મિસાઇલો છોડતા નવના મોતઃ એપાર્ટમેન્ટ ધરાશાયી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-16 15:05:13
  • Views : 405
  • Modified Date : 2023-01-16 15:05:13

રશિયાએ શનિવારે યુક્રેન ઉપર એક મોટો મિસાઇલ હુમલો કર્યો છે. આ ઘટના યુક્રેનના દક્ષિણ-પુર્વીય શહેર કિપ્રોની છે. રશિયાના મિસાઇલ હુમલો એક એપાર્ટમેન્ટ ઉપર થયો હતો અને આ નવ માળના એપાર્ટમેન્ટનો એક ભાગ નષ્ટ થઇ ગયો હતો. જેમાં નવ લોકોના મોત થયા હતા, જ્યારે 12 બાળકો સહિત 64 લોકો ઘાયલ થયા હતા. જ્યારે હજુય પણ મોટી સંખ્યામાં લોકો કાટમાળમાં ફસાયેલા છે. અત્યાર સુધીમાં 20 લોકોને સુરક્ષિત બચાવીલ વામાં આવ્યો છે. આ હુમલા બાદ અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. યુક્રેનની મહત્વપુર્ણ ઉર્જા સુવિધાઓને પણ નુકશાન પહોંચ્યું હતું.

એસોસિએટેડ પ્રેસે કિવ અને પુર્વી શહેર ખારકીવમાં મહત્વપુર્ણ માળખાગત સુવિધાઓ પર શનિવારે થયેલા હુમલામાં કલાકો બાદ યુક્રેનની રાષ્ટ્રપતિ કાર્યાલયના નાયબ વડા કિરિલો તિમોશેન્કોને ટાંકીને મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી. પહેલો હુમલો અસામાન્ય હતો, કારણ કે સાયરન વાગે તે પહેલાં જ મિસાઇલોએ તેના લક્ષ્યને સાંધીને તુટી પડી હતી. તે સમયે કોઇ ઇજા થઇ હોય તેવા અહેવાલો ન હતા, પરંતુ મિસાઇલના કાટમાળને કારણે એક વિસ્તારમાં આગ લાગી હતી અને રાજધાનીની બહારના મકાનોને નુકાશન પહોંચ્યું હતું. સૌથી મોટી ખાનગી વીજ કપંની ડીટીઇકેએ અનેક વિસ્તારોમાં ઇમરજન્સી બ્લેકઆઉટની જાહેરાત કરી છે. આ સાથે જ રશિયાના દુતાવાસે કહ્યું હતું કે, યુક્રેનમાં બ્રિટિશ ટેન્ક મોકલવાથી સંઘર્ષ વધુ તીવ્ર બનશે.

બીજી તરફ, યુક્રેનના ઉર્જા પ્રધાને કહ્યું કે, આગામી દિવસોમાં મુશ્કેલી વધવાની છે. પાવરગ્રીડ રશિયન બોમ્બમારો વીજળી, વહેતા પાણી અને સેન્ટ્રલ હીટીંગ સપ્લાયને જોખમમાં મુકી રહ્યો છે. યુક્રન પ્રેસિડેન્શીયલ ઓફિસના ડેપ્યુટી હેડે જણાવ્યું હતું કે, પુર્વ મધ્ય શહેર નિપ્રોમાં એક એપાર્ટમેન્ટ બ્લોકમાંથી 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઇમારતનો આખો ભાગ કાટમાળમાં ફેરવાઇ ગયો છે. ડિપ્રો શહેરના મેયર બોરિસ ફિલાટોવે જણાવ્યું હતું કે, આ એક મોટી દુર્ઘટના છે. હું ઘટનાસ્થળે ગયો છું. અમે આખી રાત કામગીરી હાથ ધરી હતી. એપાર્ટમેન્ટનો એક ભાગ ગુમ થઇ ગયો છે અને ભારે નુકશાન થયું છે. ઘાયલોને સ્ટ્રેચર પર લઇ જવામાં આવી રહ્યા છે.

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના વતનમાં છ મકાનોને નુકશાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ ઝેલેન્સ્કીએ પશ્ચિમને રશિયન આંતકના રૂપમાં મૃત્યુને રોકવા માટે વધુ શસ્ત્રો પુરા પાડવા માટે વિનંતી કરી છે. વાયુસેનાએ કહ્યું કે, યુક્રેને વિવિધ પ્રકારની 38 રશિયન મિસાઇલોને તોડી પાડી હતી. આ દરમ્યાન બ્રિટનના વડાપ્રધાન ઋષિ સનકે કહ્યું કે, યુક્રેનને ચેલેન્જર ટેન્ક અને આર્ટિલરી સીસ્ટમ પહોંચાડવામાં આવશે. આ જાહેરાત ત્યારે કરાઇ કે જ્યારે મોસ્કોએ લગભગ બે અઠવાડિયામાં પ્રથમ વખત યુક્રેનના ઘણા શહેરોને નિશાન બનાવીને મિસાઇલ હુમલા કર્યા

Download Our B K News Today App



Related News