પોલિયોના કેસ મળી આવતા ન્યૂયોર્કમાં દોડધામ, પુલ રેસ્ટોરન્ટ બંધ થયા

  • Published By :
  • Published Date : 2022-09-13 15:55:11
  • Views : 265
  • Modified Date : 2022-09-13 15:55:11

અમેરિકામાં નવ વર્ષ પછી પોલિયોનો કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. ન્યૂયોર્કમાં તપાસ દરમિયાન એક કેસ નોંધાયો હતો અને એ સિવાયના સેમ્પલ પણ પોઝિટિવ હોવાનો દાવો થઈ રહ્યો છે. ત્યારબાદ ગવર્નરે કટોકટી જાહેર કરીને રેસ્ટોરન્ટ્સ, પુલ જેવી જાહેર સુવિધા બંધ કરી દીધી હતી. અમેરિકામાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો તે પછી હવે પોલિયોના હાહાકારની શક્યતા છે. ન્યૂયોર્કમાં એક પોલિયોનો કેસ સામે આવ્યો હતો. એ પછી તુરંત પોલિયોના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવાયા હતા. એ સેમ્પલ શંકાસ્પદ જણાતા તુરંત ન્યૂયોર્ક રાજ્યમાં વેક્સિનેશન શરૂ કરાયું છે. ન્યૂયોર્ક રાજ્યની ગવર્નર કેથી હોચુલે આખા રાજ્યમાં પોલિયોનું વેક્સિનેશન કરવાનો આદેશ આપ્યો હતો. આગામી ૯મી ઓક્ટોબર સુધી રાજ્યમાં હેલ્થ કટોકટી જાહેર કરીને ગવર્નરે ૯૦ ટકા સુધી વેક્સિનેશન કરવાનો લક્ષ્યાંક હેલ્થ અધિકારીઓને આપ્યો હતો. ગવર્નરે લોકોને અપીલ કરી હતી કે પોલિયોનો એક પણ કેસ નોંધાય તો તેને ગંભીરતાથી લેવો જરૂરી છે. દેશમાં આ દશકામાં પહેલી વખત પોલિયોનો કેસ નોંધાયો હોવાથી તાકીદના પગલાં ભરવા જરૂરી  બની જાય છે. ગવર્નરે તમામ પરિવારોને અપીલ કરી હતી કે જો તમારા બાળકોને પોલિયોની રસી ન અપાવી હોય તો તુરંત રસી અપાવી દેજો. હેલ્થ અધિકારીઓએ કહ્યું હતું કે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં હજુ એક જ કેસ નોંધાયો છે. એ દિશામાં બીજા સેમ્પલનું પરીક્ષણ થઈ રહ્યું છે, પરંતુ તેની અવગણના થઈ શકે તેમ નથી. સતર્ક રહેવું જરૂરી છે. વેક્સિનેશનથી જ પોલિયો પર કાબૂ મેળવી શકાશે.

Download Our B K News Today App



Related News