નવા અભ્યાસનો દાવો- બ્રાઝિલમાં ફેલાયેલા વાઈરસના નવા સ્ટ્રેન પર અમેરિકી કંપનીની ફાઈઝર અને ચીની કંપનીની સિનોવિક રસી અસરદાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 10:28:34
  • Views : 378
  • Modified Date : 2021-03-09 10:28:34

    કોરોના મહામારીના કારણે આખું વિશ્વ મુશ્કેલીઓ ભોગવી રહ્યું છે. તેવામાં અત્યારે કોરોના વાઈરસના પણ વિવિધ સ્ટ્રેન બહાર આવી રહ્યા છે. આ નવો સ્ટ્રેન પહેલાના વાઈરસ કરતા પણ વધારે મુશ્કેલીઓ ઉભી કરી શકે તેવો છે. બ્રાઝિલમાં પણ આ નવા સ્ટ્રેનના કોરોના વાઈરસના કેસો સામે આવતા તેના સહિત આખા વિશ્વમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. પરંતુ આ વાઈરસના ઈલાજ અર્થે તેના પર 2 અલગ અલગ અભ્યાસ હાથ ધરાયા હતા. જેમાં એ વાત સામે આવી છે કે, અમેરિકાની ફાઈઝર અને ચીની કંપનીની સિનોવિક રસી કોરોના વાઈરસના આ સ્ટ્રેનને માત આપવા માટે અસકારક નિવડી શકે તેમ છે. ન્યૂ ઈંગ્લેન્ડની એક લેબના અભ્યાસમાં ફાઈઝર રસી વાઈરસના નવા P1 સ્ટ્રેન પર અસરકારક હોવાનો દાવો કરાયો છે. આ સ્ટ્રેન સૌથી પહેલા બ્રાઝિલમાં જોવા મળ્યો હતો.

    આના પહેલા રિસર્ચરોએ આ રસીને બ્રિટેન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોના વાઈરસ સામે રક્ષણ આપવા માટે સક્ષમ છે તેમ પુરવાર કરી હતી. જોકે, દક્ષિણ આફ્રિકામાં જે વાઈરસનો પ્રકાર હતો, તેના ઉપર આ રસીની અસર થોડી ઓછી થઈ હતી. તેવામાં બ્રાઝિલમાં જોવા મળેલા વાઈરસના P1 સ્ટ્રેન ઉપર ચીની કંપનીની સિનોવિક બાયોટેક રસી અસકારક સાબિત થઈ છે. જેને ચકાસવા માટે બ્રાઝિલમાં નાના-મોટા અધ્યયનો પણ કરવામાં આવ્યા હતા.

    વિશ્વભરમાં 11.77 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં કોરોનાને માત આપીને 9 કરોડ 34 લાખ લોકો સ્વસ્થ થઈ ગયા છે, તો બીજી બાજુ 26 લાખ 12 હજારથી પણ વધુ લોકો કોરોના વાઈરસથી મૃત્યું પામ્યા છે. www.worldometers.info/coronavirusમાં દર્શાવેલા આંકડાઓ મુજબ વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.92 લાખથી વધુ નવા કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા છે અને 6 હજારથી વધુ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે.

    ઑસ્ટ્રીયામાં કોરોનાનું વેક્સિનેશન હાથ ધરાયુ હતું, તે દરમિયાન ત્યાંની એક મહિલાનું એસ્ટ્રાઝેનેકા વેક્સિન લીધા પછી મૃત્યું થયું હતું. જેના કારણે ઑસ્ટ્રીયામાં એસ્ટ્રાઝેનેકા વેક્સિનને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાઈ છે. ત્યાંની ન્યૂઝ એજન્સીના રાઈટરોએ જણાવ્યું કે, આ પ્રકારની ઘટના સામે આવતા ઑસ્ટ્રીયાના આરોગ્ય વિભાગ દ્વારા એસ્ટ્રાઝેનેકા વેક્સિનનું રસીકરણ કેટલાક સમય માટે સ્થગિત કરી દેવાયું છે. તો બીજી બાજુ જેમને વેક્સિન લઈ લીધી છે, તેમને કોઈ સાઈડ ઈફેક્ટસ થઈ છે કે નહીં તેની ચકાસણી હાથ ધરાઈ છે.

    ઈઝરાયલના કેબિનેટ દ્વારા ત્યાં લોકડાઉનમાં છૂટછાટ આપવાનો ત્રીજો ચરણ શરૂ કરી દેવાયો છે. આ નિર્ણયના અંતર્ગત હવે ઈઝરાયલીઓના દેશમાં આવવા પર લાગેલા પ્રતિંબંધોને હટાવી દેવાયા છે, પરંતુ તેમાં પણ એક દિવસમાં દેશમાં માત્ર 3000 લોકો જ પ્રવેશ કરી શકશે તેવી અનુમતિ આપાઈ છે. તેની સાથે અહીંયા તકેદારીના ભાગ રૂપે 50થી વધુ લોકોની ભીડ કોઈ પણ જાહેર જગ્યા પર ભેગી નહીં થઈ શકે તેવી જાહેરાત કરવામાં આવી છે.


Download Our B K News Today App



Related News