મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનાં અધ્યક્ષ મૌલાના રાબે હસની નદવીનું નિધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-15 10:32:20
  • Views : 197
  • Modified Date : 2023-04-15 10:32:20

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનાં અધ્યક્ષ હઝરત મૌલાના રાબે હસની નદવી સાહેબનું આજે એટલે કે 13 એપ્રિલ,ગુરુવારનાં રોજ નિધન થયું છે. મૌલાના રાબે હસની નદવીની તબીયત ઘણાં સમયથી ખરાબ હતી. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનાં અધ્યક્ષને ઈલાજ માટે રાયબરેલીથી લખનઉ લઈ જવાયા હતાં. તેમણે લખનઉનાં ડાલીજંગ સ્થિત નદવા મદરસેમાં 93 વર્ષની ઉંમરે છેલ્લાં શ્વાસ લીધાં.

મૌલાના રાબે હસની નદવી એક ભારતીય ઈસ્લામિક વિદ્વાન હતાં જે ઓલ ઈન્ડિયા પર્સનલ લૉ બોર્ડનાં અધ્યક્ષ અને લખનઉ સ્થિત-ધાર્મિક શિક્ષાનાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર-નદવતુલ ઉલેમાનાં પણ અધ્યક્ષ હતાં. તે મુસ્લિમ વર્લ્ડ લીગનાં સંસ્થાપક સદસ્ય આલમી રબિતા અદબ-એ-ઈસ્લામી, રિયાદનાં ઉપાધ્યક્ષ પણ હતાં. તેમને દુનિયાનાં 500 સૌથી પ્રભાવશાળી મુસલમાનોની યાદીમાં પણ સૂચીબદ્ધ કરવામાં આવ્યું છે.

મોલાના રાબે હસની નદવીનો જન્મ 1 ઓક્ટોબર 1929નાં યૂપીનાં રાયબરેલીમાં થયો હતો. નદવીએ રાયબરેલીમાં પોતાના પરિવાર તરફથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને ઉચ્ચ અધ્યયન માટે દારુલ ઉલૂમ નદવતુલ ઉલમામાં શામેલ થયાં હતાં. 1949માં પોતાનું ભણતર પૂર્ણ કર્યાં બાદ દારુલ ઉલૂમ નદવતુલ ઉલેમામાં સહાયક શિક્ષકનાં રૂપે તેમની નિમણૂક કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News