મહિલાને કોરોના થતા દૂધનો રંગ હળવો લીલો થઈ ગયો,બાળક પણ વાયરસમાં સપડાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-13 15:00:24
  • Views : 458
  • Modified Date : 2021-02-13 15:00:24

    કોરોના વાયરસથી સંક્રમિત મેક્સિકોના મોન્ટેરેની રહેવાસી એક મહિલાએ દાવો કર્યો છે કે, તેનું દૂધ કોરોના વાયરસના ઈન્ફેક્શન પછી લીલા રંગનું થઈ ગયું છે. મહિલા સાથે તેના બાળકને પણ કોરોનાનું સંક્રમણ થઈ ગયું છે. કોરોનાના કારણે માતાના દૂધનો રંગ લીલો થઈ ગયો. કોરોનાના કારણે માતાના દૂધનો રંગ બદલાવો ચોંકાવનારી વાત છે. આ ઘટનાથી સાયન્ટિસ્ટ અને ડોક્ટર્સ પણ અચંબામાં મુકાયા છે..એક સમાચાર વેબસાઈટમાં આવેલા સમાચાર પ્રમાણે 23 વર્ષીય અન્ના કોર્ટેજ તાજેતરમાં જ માતા બની છે. તેના થોડાક દિવસ પછી જ અન્ના કોર્ટેજને કોરોના વાયરસનું સંક્રમણ થઈ ગયું. સાથે જ તેમનું બાળક પણ સકંજામાં આવી ગયું છે. આ દરમિયાન અન્નાના દૂધનો રંગ હળવો લીલો થઈ ગયો હતો.


    મેક્સિકોના મોન્ટેરેની રહેવાસી અન્નાએ જણાવ્યું કે, ડિલેવરીના અમુક દિવસ પછી તેને કોરોના સંક્રમણ થયું હતું. આ દરમિયાન જ્યારે તેને પોતાની નવજાત બાળકીને દૂધ પીવડાવવાનો પ્રયાસ કર્યો તો તેણે જોયું કે, દૂધનો રંગ હળવો લીલો થઈ ગયો હતો, તે ઘણા દિવસથી પરેશાન હતી.તેણે જઈને તપાસ કરાવડાવી તો ખબર પડી કે અન્નાના દૂધના કારણે બાળકને પણ કોરોના સંક્રમણ થઈ ગયું છે. પણ કોરોનાની સારવાર પછી જ્યારે અન્ના અને બાળકી સાજા થઈ ગયા. તો તેના દૂધનો રંગ ફરી પહેલા જેવો થઈ ગયો.

    કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછીના બે દિવસ પછી અન્નાનું દૂધ પાછું સામાન્ય રંગમાં આવી ગયું. અન્નાની ડોક્ટરે જણાવ્યું કે, એ શક્ય છે કે દૂધનો રંગ બદલાઈ જાય. પણ તેમા ગભરાવાની કોઈ વાત નથી, કારણ કે હવે અન્ના પુરી રીતે સુરક્ષિત છે અને તેની બાળકી માટે તેનું દૂધ પણ. ડોક્ટરે જણાવ્યું કે, જ્યારે શરીરમાં એન્ટીબોડીઝ સંક્રમણ સામે લડે છે તો આ પ્રકારના ફેરફાર થઈ શકે છે. જેમાં દૂધનો રંગ બદલવો શક્ય છે. પરંતુ આવું શરીરમાં પ્રતિરોધક ક્ષમતામાં થઈ રહેલા સકારાત્મક ફેરફારનું પરિણામ છે. હાલ અન્ના અને તેની બાળકી સુરક્ષિત છે.

    તો આ તરફ ડાયટિશીયનનું માનવું છે કે મહિલાની ખાણી પીણીના કારણે તેના દૂધનો રંગ બદલાયો હશે. પણ જ્યારે અન્ના કોર્ટેજે કહ્યું કે, તેણે ડોક્ટર્સના કહ્યાં પ્રમાણે, ડાયટનું પાલન કર્યું અને તેના ખાણી પીણીમાં કોઈ ફેરફાર ન કર્યો તો આનાથી ડાયટિશિયન પણ હેરાન થઈ ગયા, કારણ કે અન્નાએ જણાવ્યું કે, તે ઘણી લીલી શાકભાજીઓ ખાતી હતી પણ તેના દૂધનો રંગ સામાન્ય જ હતો.

    લેક્ટેશ એક્સપર્ટે જણાવ્યું કે, દૂધનો રંગ બદલાવો સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે માતા બિમાર થાય અથવા તેની બાળકી બિમારી થાય અથવા બન્ને બિમાર થાય. એટલે કે તેને શરદી ખાંસી અથવા તો પેટમાં વાયરસનું સંક્રમણ થાય તો માતાના દૂધનો રંગ બદલાવો એક સામાન્ય પ્રક્રિયા છે. આ શરીરમાં વિકસીત થઈ રહેલા એન્ટીબોડીઝના કારણે થાય છે.

Download Our B K News Today App



Related News