મોનાલિસાની સ્માઈલ છે ફેક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 13:04:54
  • Views : 642
  • Modified Date : 2019-06-07 13:04:54

બ્રિટનમાં થયેલા એક અધ્યયન અનુસાર મોનાલિસાની બહુચર્ચિત સ્માઈલ અસ્વાભાવિક હોય શકે છે. તેમાં જણાવાયું છે કે ઈતાલવી વિદ્વાન લિયોનાર્ડો દ વિંચીએ જાણીજોઈને તેને આ રીતે ચિત્રિત કરી છે. લંડન વિશ્વવિદ્યાલયમાં મોનાલિસાના ભાવની સાચી જાણકારી મેળવવા અધ્યયન કરવામાં આવ્યું. દુનિયાની આ સર્વપ્રસિદ્ધ પેંટિંગના મનોભાવના સિદ્ધાંત પર પ્રયોગ કર્યો. આ પ્રયોગમાં ચહેરાના હાવ ભાવ વિશે જાણકારી મેળવવા કિમરિક ફેસ ટેસ્ટ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ટેકનીકમાં તસવીરને બે ભાગમાં વહેંચી અને તેના બંને ભાગને અરીસા સામે રાખવામાં આવે છે. બંને તસવીર પર 42 લોકોના એક સમૂહએ પોતાના મત આપ્યા અને તેમની રેટિંગના આધારે સહમતિ દર્શાવવામાં આવી કે અરીસમાં ડાબી તરફની તસવીરના ભાવ ખુશીના છે જ્યારે જમણી તરફ ખુશીનો ભાવ ઘટેલો દેખાય છે. આ ભાવને નિરાભાવ કહી શકાય છે.  આ અધ્યયનના તારણમાં જણાવાયું કે મોનાલિસાની સ્માઈલમાં એકરૂપતા જોવા મળતી નથી. 

Download Our B K News Today App



Related News