મોડયુલર કિચનની બોલબાલા, જાણો કેમ છે ખાસ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 18:30:58
  • Views : 1635
  • Modified Date : 2019-10-22 18:30:58

ઘર બનવાની શરૂઆત થાય ત્યારથી જ આપણે વિચારતાં હોઇએ કે ક્યાં કઇ જગ્યાએ શું કરાવીશું અને ઘરની સજાવટ કઇ રીતે કરીશું. વળી આ બાબતે સ્ત્રી જરા વધારે પડતી જ હોંશીલી હોય છે, તેથી તે ખાસ આ બાબતે સજાગ થઇને બધું જોતી રહે છે. કોઇ સગાંસંબંધીઓનું નવું ઘર બન્યું હોય અને તે ઘરમાં ફર્નિચર થયું હોય તો સ્ત્રીઓ ખાસ બધું જ નિરીક્ષણ કરશે, શું નવીનતા છે, કેવી ડિઝાઇન છે વગેરે વગેરે. બધું જ જોઇને પછી પોતાના ઘરે શું કરાવી શકાય તે પણ યાદ રાખતી રહે છે. પછી ભલે પોતાના ઘરની ડિઝાઇન આર્કિટેક્ચર પાસે કરાવડાવી હોય તો પણ સ્ત્રીઓ પોતાની ગમતી ડિઝાઇનનાં સજેશન્સ આર્કિટેક્ચરને ચોક્કસ આપતી રહે છે.જોકે આજકાલ મોડયુલર કિચનનો જમાનો પણ ખૂબ ચાલી રહ્યો છે. કદાચ ઘરનું બીજું ફર્નિચર ભલે આર્કિટેક્ચરની ડિઝાઇન મુજબ શાંતિથી કરાવીએ પણ કિચન મોડયુલર કરાવી શકો છો. મોડયુલર કિચન કોઇ જ જાતની ચિંતા વગર તમે કરાવી શકો છો. આ માટે માત્ર મોડયુલર કિચન બનાવી આપતાં હોય ત્યાં તમારે માત્ર ઓર્ડર આપવાનો હોય છે. બસ, પછી તમારે નિશ્ચિંત થઇ જવાનું છે.મોડયુલર કિચન બનાવતાં લોકો જાતે જ તમારા ઘરે આવીને કિચનનું માપ લઇ જાય છે. તે માપ અનુસાર તે લોકો કિચનનું ફર્નિચર બનાવી આપે છે. આમાં જો તમારે ચીમની ફિટ કરાવડાવવી હોય તો એ પણ થઇ જાય છે. મોડયુલર કિચનના કલર તમે જાતે નક્કી કરી શકો છો અથવા તમે મોડયુલર કિચન બનાવનારને પણ કહી શકો છો. તેઓ પોતાની રીતે તમારા ઘરના કલર અનુસાર કિચનના ફર્નિચર માટે કયો કલર સારો લાગશે તે જણાવશે.આ મોડયુલર કિચન દેખાવે એકદમ સુંદર અને ડિસન્ટ લાગતાં હોય છે અને ઘરે બધું કરવાની ઝંઝટ પણ નથી રહેતી. વળી આજકાલ આ પ્રકારના મોડયુલર કિચનમાં એટલી સુંદર ડિઝાઇન તમને જોવા મળે છે કે ખરેખર તમે જાતે કરાવડાવો તો એટલી સુંદર ડિઝાઇન ન પણ શક્ય થાય, સિવાય કે તમે કોઇ સારા આર્કિટેક્ચર પાસે ખાસ તમારા મકાનનું ઇન્ટીરીઅર ડિઝાઇન કરાવડાવતાં હોય તો અલગ વાત છે.

Download Our B K News Today App



Related News