મોબાઈલ પર વધુ વાત કરવાથી માથા ઉપર નીકળી રહ્યા છે શીંગડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-24 14:51:36
  • Views : 615
  • Modified Date : 2019-06-24 14:51:36

 મોબાઈલ પર વધુ વાત કરવાથી માથા ઉપર નીકળી રહ્યા છે શીંગડા  જો તમે મોબાઈલને વધુ ઉપયોગ કરો છો, તો સાવધાન થઈ જાવ. આ ખબર તમને હેરાન કરી દેશે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી યુવાનોના માથામાં 'શીંગડા' નીકળી રહ્યા છે. માથાના સ્કેનિંગમાં આ વાતની પુષ્ટિ પણ થઈ ગઈ છે.મોબાઈલ પર કલાકો વિતાવનાર યુવા, ખાસ કરીને જેમની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે છે, તેઓ નવી બીમારીના વધુ શિકાર બની રહ્યા છે. આ રિસર્ચ ઓસ્ટ્રેલિયાના સનશાઈન કોસ્ટ યૂનિવર્સિટીમાં કરાયો.શું છે સાચું કારણવોશિંગટન ટાઈમ્સ' ની ખબર અનુસાર, કાંટેદાર હાડકું ખોપડીના નીચેના ભાગમાં દેખાઈ શકે છે. અને શીંગડા જેવી દેખાય છે. ડૉક્ટરોના અનુસાર, આપણી ખોપડીનું વજન લગભગ 4.5 કિલો હોય છે, એટલે કે એક તડબૂચ બરાબર. સામાન્ય રીતે મોબાઈલનો ઉપયોગ કરતી વખતે લોકો પોતાના માથાને પાછળ તરફ હલાવે છે. તેવામાં ગરદનના નીચેની ભાગમાં માંસપેશીઓ ખેંચાય છે અને આ કારણે હાડકાં બાહરની તરફ નીકળે છે. જે કોઈ શીંગડા જેવું દેખાય છે. આવું માથા પર વધુ દબાવ પડવા પર થાય છે.એક્સ રે માં શીંગડા સાફ દેખાઈ રહ્યા છેજે લોકોમાં આ હાડકાં બહારની તરફ નીકળી રહ્યા છે, તેમને તેનો અનુભવ જાતે જ થઈ જાય છે. ખાસ કરીને જે લોકોને ટાલ છે, તેમના માથા પર તો આ સાફ દેખાઈ આવે છે. રિસર્ચના સમયે ડોક્ટરોએ 18 વર્ષથી 86 વર્ષના લોકોના માથાને એક્સ રે કર્યો તો જાણ થઈ કે આ હોડકાં 18-30 વર્ષના લોકોમાં વધુ નીકળી રહ્યા છે.તે સતત વધતા જ રહે છેએટલું જ નહીં રિસર્ચમાં એ પમ જાણવા મળ્યું કે આ શીંગડાનો આકાર સતત વધતો રહે છે. તે ક્યારેય પૂરું જ નથી થતું. આજકાલ લોકો ફક્ત 2 કલાક જ કંઈક વાંચે છે અને વધુ સમય તેઓ મોબાઈલ પર જ વિતાવે છે, તે વધુ શિકાર બને છે. એટલે કે જો તમે મોબાઈલનો વધુ ઉપયોગ કરો છો તો, તમારે સાવધાન રહેવાની જરૂર છે.


Download Our B K News Today App



Related News