ક્વીન એલિઝાબેથની અંતિમ ઝલક જોવા રસ્તા પર ઉમટ્યા લાખો લોકો

  • Published By :
  • Published Date : 2022-09-15 15:59:24
  • Views : 274
  • Modified Date : 2022-09-15 15:59:24

લંડનમાં વેસ્ટમિન્સ્ટર હોલના દરવાજા ખુલ્યાના 24 કલાક પહેલાથી જ લોકો રાણીને જોવા માટે લાઈન લગાવી રહ્યા છે અને લાંબી રાહ જોઈને સંપૂર્ણ સુવિધા અને તૈયારીઓ સાથે તેઓ પહોંચ્યા છે.ક્વીન એલિઝાબેથની શબપેટી બુધવારે સાંજે 5 વાગ્યે વેસ્ટમિંસ્ટર હોલમાં આવી પહોંચી હતી. જ્યાં સોમવારે સવારે 6.30 વાગ્યા સુધી તેમની શબપેટી રાખવામાં આવશે. રાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરના રોજ થવાના છે, અને ત્યાં સુધી વેસ્ટમિન્સ્ટર હોલ 24 કલાક માટે ખુલ્લો રહેશે, જ્યાં લોકો તેમનું સન્માન કરી શકશે અને અંતિમ દર્શન મેળવી શકશે.રાણી એલિઝાબેથને જોવા ઈચ્છતા લોકો પાંચ માઈલથી વધુની કતારોનો સામનો કરી રહ્યા હતા, કેટલાક લોકો રાણીને જોવા માટે 48 કલાક જેટલો સમયથી એક જગ્યાએ ઉભા હતા. બ્રિટિશ અધિકારીઓ અપેક્ષા રાખે છે કે, લગભગ 4 લાખ લોકો રાણીની અંતિમ વિદાયમાં હાજરી આપશે, જે દાયકાઓમાં ઐતિહાસિક ઘટના હશે. એવું માનવામાં આવે છે કે, લગભગ સાડા 7 લાખથી 10 લાખ લોકો રાણીને શ્રદ્ધાંજલિ આપવાની અપેક્ષા રાખે છે, પરંતુ સાડા 6 લાખ લોકો તેને ચૂકી શકે છે. શ્રદ્ધાંજલિની લાઇન વેસ્ટમિન્સ્ટર બ્રિજ, બ્લેકફ્રાયર્સ બ્રિજ, મિલેનિયમ બ્રિજ, સાઉથવાર્ક બ્રિજ, લંડન બ્રિજ અને ટાવર બ્રિજ સહિત કુલ 9 બ્રિજમાંથી પસાર થાય છે. કોકની બોટલોથી લઈને એનર્જી બાર અને હોમમેઇડ સેન્ડવીચ સુધી, લોકો તેમની બેગમાં લઈને પહોંચ્યા છે, જેથી તેઓ કોઈ વસ્તુના અભાવને કારણે રાણીના દર્શન ચૂકી ન જાય. સ્કોટલેન્ડના એડિનબર્ગમાં પણ શ્રદ્ધાંજલિની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં રાણીની શબપેટીને રસ્તા પરથી બકિંગહામ પેલેસ લઈ જવામાં આવી હતી

Download Our B K News Today App



Related News