માઈક્રોસોફ્ટના CEO સત્ય નાદેલાના પિતા અને પૂર્વ IAS બી.એન.યુગંધરનું નિધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 15:22:19
  • Views : 483
  • Modified Date : 2019-09-15 15:22:19

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાદેલાના પિતા અને પૂર્વ સનદી અધિકારી બી.એન.યુગંધરનું 82 વર્ષની ઉંમરે હૈદરાબાદ ખાતે નિધન થયું હતું.તેઓ 1962ની બેચના આઈએએસ અધિકારી બી.એન.યુગંધર તેમની સાદગી અને સાલસતા માટે જાણીતા હતા. પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવના સચિવ રહી ચૂકેલા યુગંધરે આયોજન પંચના મુખ્ય સચિવ તરીકેની જવાબદારી પણ નિભાવી હતી.તેમના પુત્ર સત્ય નાદેલાની જ્યારે માઈક્રોસોફ્ટના સીઈઓ તરીકે વરણી થઈ ત્યારે આંધ્રપ્રદેશ, તેલંગણામાં ભારે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. એ વખતે પણ સત્યના પારીવારિક ઘરમાં તદ્દન સાદો માહોલ હતો. એ વખતે તેમના પિતા યુગંધરે કહ્યું હતું કે, ‘સત્યની સિદ્ધિથી ખુશ છીએ, પણ એથી વિશેષ કોઈ મહત્વ મને નથી લાગતું!’તેલંગણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે યુગંધરને અંજલિ આપતાં કહ્યું હતું કે, ‘સનદી અધિકારી તરીકે બેહદ સ્પષ્ટ અને હકારાત્મક અભિગમ ધરાવતા યુગંધર ભારતીય ગામડાંઓના વિકાસ માટે સદા પ્રયત્નશીલ હતા. સાદગીભરી જીવનશૈલી અને ઉચ્ચ વિચાર માટે તેઓ હંમેશા યાદ રહેશે.’ સત્ય નાદેલા હાલ કેનેડાના પ્રવાસે છે અને પિતાની અંતિમક્રિયા માટે વહેલીતકે ભારત પહોંચે તેવી શક્યતા છે.

Download Our B K News Today App



Related News