65 લાખના ક્રોકોડાઈલ હર્મીજ બેગ સાથે વ્હાઈટ હાઉસમાંથી મેલાનિયાએ વિદાય લીધી; ટ્રમ્પ સાથે ડિવોર્સ લેવાની પણ અટકળો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-21 11:48:12
  • Views : 582
  • Modified Date : 2021-01-21 11:48:12

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે બુધવાર રાતે વ્હાઈટ હાઉસથી અંતિમ વિદાય લીધી. તેમના હાથમાં તેમનું ક્રોકોડાઈલ હર્મીજ બર્કિન બેગ હતું, જેની કિંમત લગભગ 65 લાખ રૂપિયા હોવાનું મનાઈ રહ્યું છે. આ પહેલા જ મીડિયામાં ફર્સ્ટલેડી તરીકે મેલાનિયા ટ્રમ્પના વારસા અંગે વિવાદ ઊભો થયો છે.સાથે એવી અટકળો પણ ચાલી રહી છે કે તે ઝડપથી ડોનાલ્ડ ટ્રમ્પને ડિવોર્સ આપી દેશે.રિપોર્ટ્સ પ્રમાણે, મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડાના માર-એ-લેગો એસ્ટેટમાં જીવન પસાર કરશે. હવે તે એમનું સ્થાયી ઘર હશે. મેલેનિયા અને ટ્રમ્પ વ્હાઈટ હાઉસની બહાર નીકળતી વખતે કાળા કપડાંમાં જોવા મળ્યા હતા અને હંમેશાની જેમ મેલાનિયા સ્ટાઈલિશ લાગી રહ્યાં હતા. મંગળવારે મેલાનિયાએ રાષ્ટ્રના નામે પોતાના વિદાય સંદેશમાં દરેક અમેરિકન્સને નફરત પર પ્રેમ, હિંસા પર શાંતિ અને પોતાની જગ્યાએ અન્યને ચૂંટવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, અમેરિકાની ફર્સ્ટ લેડી તરીકે સેવા આપી તેમના જીવનનું સૌથી મહત્વનું સન્માન રહ્યું છે.

    ન્યૂયોર્ક ટાઈમ્સ (NYT)ના રિપોર્ટ પ્રમાણે,ન્યૂયોર્કથી વોશિંગ્ટન આવ્યા પછી મેલાનિયાએ શરૂઆતમાં ફર્સ્ટ લેડી તરીકે એડજસ્ટ થવાનો પ્રયાસ જરૂર કર્યો. સ્ટાફની નિમણૂક, માતા તરીકે ચાઈલ્ડ કેર પર વાત કરવી અને દરેક પબ્લિક અપીયરેન્સમાં ડિઝાઈનર કપડાં સાથે સમાચારોમાં છવાવા સુધી બધુ બરાબર ચાલી રહ્યું હતું.અમુક પબ્લિક રિલેશન ડિઝાસ્ટર તેમણે પોતે કર્યા તો અમુક તેમના પતિના કારણે મીડિયાની નારાજગી ભારે પડી. ધીમે ધીમે તેમણે ફર્સ્ટ લેડી તરીકે પરંપરાના નામે જે કામ કરવાના હતા, તેનાથી પણ તે દૂર થતી ગઈ. વ્હાઈટ હાઉસ ક્રિસમસ ડેકોરેશન સાથે જોડાયેલા મુદ્દા પર ઓડિયો લીક થયા પછી તો ગુમ જ થયા ગઈ.

    વ્હાઈટ હાઉસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મેલાનિયાએ ટ્રમ્પને ચૂંટણી હાર્યા પછી પતિની હા માં હા ભરી દીધી અને દાવો કર્યો કે તે જ જીત્યા છે. પણ નવું વર્ષ શરૂ થતા થતા ફ્લોરિડામાં ઘર શોધવાનું શરૂ કરી દીધું હતું. પછી પુરી રીતે સંયમિત અંદાજમાં નિવેદન જાહેર કર્યા. તેમને આશા હતી કે તે ભાવી ફર્સ્ટ લેડી બિલ બાઈડન સાથે ટ્રાન્જિશનના મુદ્દા પર વાત કરશે. વ્હાઈટ હાઉસની મુલાકાત કરાવશે. પણ તેમનું ધ્યાન પેકિંગ પર હતું, જ્યારે ડોનાલ્ડ તો ત્યાં જ રહેવાના પ્રયાસમાં લાગ્યાં હતા.

    મેલાનિયા અને ટ્રમ્પની પહેલી મુલાકાત સપ્ટેમ્બર 1998માં ન્યૂયોર્કની એક ફેશન પાર્ટીમાં થઈ હતી. એ વખતે ટ્રમ્પ 52 જ્યારે મેલાનિયા 28 વર્ષના હતા. ટ્રમ્પના અંગત લોકો જણાવે છે કે તેમને પહેલી મુલાકાતમાં જ મેલાનિયા સાથે પ્રેમ થઈ ગયો હતો. એ વખતે ટ્રમ્પનું રિઅલ એસ્ટેટમાં મોટું નામ હતું. મેલાનિયાએ તો ટ્રમ્પની ડેટ ઓફર પણ ઠુકરાવી દીધી હતી. પણ તેનાથી સંબંધ બગડ્યાં નહીં. વાતચીત ચાલતી રહી.

    2004માં બન્ને વચ્ચે અંતર ઘટ્યું. 22 જાન્યુઆરી 2005ના રોજ સુપર મોડલે ટ્રમ્પ સાથે લગ્ન કરી લીધા. રિસેપ્શનમાં ઘણી જાણીતી હસ્તીઓ સામેલ થઈ.લગ્ન પછી તેમણે દીકરા બૈરન વિલિયમ ટ્રમ્પને જન્મ આપ્યો. BBCના જણાવ્યા પ્રમાણે, 2006માં જ તેમને EB-1 વિઝા હેઠળ અમેરિકન નાગરિકતા મળી ગઈ. આ વિઝા કેટેગરીને આઈન્સ્ટીન વિઝા પણ કહેવાય છે. આ પહેલા તે સ્લોવેનિયાના નાગરિક હતા અને અમેરિકામાં વર્કિંગ વિઝા પર મોડલિંગ કરી રહ્યાં હતા.

    મેલાનિયા મૂળ સ્લોવેનિયાઈની છે. 26 એપ્રિલ 1970ના રોજ તેમનો જન્મ નોવો મેસ્ટો શહેરમાં થયો હતો. પિતા કાર ડીલર અને માતા ફેશન ડિઝાઈનર હતા. લગભગ 16 વર્ષની ઉંમરમાં તેમને મિલાનની એક એજન્સી દ્વારા મોડલિંગ કોન્ટ્રાક્ટ મળ્યો. મોડલિંગ માટે કોલેજ છોડી દીધી. શરૂઆતના વર્ષો મિલાન અને પછી પેરિસમાં પસાર કર્યા. 1996માં ન્યૂયોર્ક આવી ગઈ. ત્યારપછી સફળતા મળી છે. હાર્પર્સ બજાર(બુલ્ગારિયા), વેનિટી ફેર(ઈટલી)અને GQજેવા મોટો મેગેઝિનના કવર પેજ અને ઈવેન્ટ્સમાં જોવા મળ્યા. સ્લોવેનિયમાં તેમના સ્ટેચ્યૂ બન્યાં.



Download Our B K News Today App



Related News