સિંગાપુરમાં દુર્લભ વાયરસ ‘મંકીપોક્સ’નો પ્રથમ કિસ્સો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 11:13:59
  • Views : 522
  • Modified Date : 2019-05-12 11:13:59

સિંગાપુરમાં મંકીપોક્સનો આત્યાર સુધીનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક નાઇજિરિયન વ્યક્તિ આ બીમારીને લઇને આવ્યો જે એક લગ્નમાં બુશમીટ ખાઇને આ દુર્લભ વાયરસના સંપર્કમાં આવ્યો હતો.ઉષ્ણકટિબંધીય જંગલોમાં ખોરાક તરીકે ખાવામાં આવતા બિન-પાલતુ સસ્તન પ્રાણીઓ, સરિસૃપ, ઉભયજીવી પ્રાણીઓ અને પક્ષીઓના માંસને બુશીમેટ કહેવામાં આવે છે. મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક ભાગમાં મહામારીના રૂપ લઇ ચુકેલા મંકીપોક્સના મનુષ્યોમાં મળતા લક્ષણોમાં આઘાત, તાવ, સ્નાયુઓમાં દુખાવો અને ઠંડી લાગવાનું સામેલ છે. સામાન્ય રીતે આ બીમારી જીવલણે નથી હોતી પરંતુ દુર્લભ મામલોમાં જીવલેણ પણ થઇ શકે છે.શહેરના સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે મોડી સાંજે એક નિવેદનમાં કહ્યું હતું કે, જે વ્યક્તિ આ વાયરસ લઇને આવ્યો છે. તે 28 એપ્રિલે સિંગાપુર પહોંચ્યો હતો. મંત્રાલયે જણાવ્યું કે, 38 વર્ષીય વ્યક્તિને બે દિવસ બાદ તેના લક્ષણ દેખાયા અને અત્યારે તેને સ્થિર હાલાતમાં એક સંક્રામક રોગ કેન્દ્રમાં અલગ રાખવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, તેના ફેલાવાના જોખમ ઓછા છે પરંતુ હજુ પણ આરોગ્ય મંત્રાલય સાવચેતી લે છે.

Download Our B K News Today App



Related News