મંગળ મિશન પર ચિપમાં લોકોના નામ મોકલવાની તૈયારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 17:22:30
  • Views : 638
  • Modified Date : 2019-05-26 17:22:30

એમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા 2020માં મંગળ પર મિશન મોકલશે. જેમાં ફક્ત રોબોર્ટને જ મોકલવામાં આવશે. પરંતુ નાસાએ લોકોને ઓનલાઈન અરજી કરવા માટે કહ્યું  છે. પરંતુ ઓનલાઈન હિસ્સો લેવા વાળા લોકોને સ્મૃતિ ચિન્હ તરીકે એક બોર્ડિંગ પાસ આપવામાં આવી રહ્યો છે. જૂલાઈ 2020માં લોન્ચ થયા બાદ મિશન મંગળ પર ફેબ્રુઆરી 2021 સુધી રોબોટને લઈને પહોંચશે. નાસાએ 20મેના રોજ લોકો પાસે નામ મંગાવ્યા હતા. જાહેરાતના થોડાક જ કલાકો બાદ હજારો લોકોએ તેમના નામ મોકલ્યા હતા. ઘણા લોકોએ તો બોર્ડિંગ પાસ મળવાની ખુશીમાં ટ્વીટ પણ કરી દીધું હતું. જો કે લોકો આને એડવેન્ચર યાત્રા પણ કહીં રહ્યા છે. મિશન મંગળ પર જનાર રોબોટ ચંદ્ર પરની માટી અને પત્થરોના નમૂના એકત્રિત કરશે અને તેને પૃથ્વી પર લઈને આવશે. આ ઉપરાંત ચંદ્ર પરના વાયુમંડળની હાજરીની પણ જાણકારી મેળવવાના પ્રયાસ કરવામાં આવશે. તેના માટે ઓક્સિજનના ઉત્પાદનનો એક પ્રયોગ પણ કરવામાં આવશે. આટલું જ નહીં પાણી જેવા સંસાધનોની પણ તપાસ કરવામાં આવશે. જેનાથી મંગળ ગ્રહ પર માનવ વસવાટોની રૂપરેખાઓ તૈયાર કરવામાં આવશે. 

Download Our B K News Today App



Related News