મલેશિયામાં આગથી ધુમ્મસ છવાયું, 1500 સ્કૂલોમાં રજા જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-19 18:14:30
  • Views : 431
  • Modified Date : 2019-09-19 18:14:30

મલેશિયામાં બુધવારે ગાઢ ધુમ્મસને કારણે દેશભરમાં 1500થી વધુ સ્કૂલોમાં રજા જાહેર કરાઈ. બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી એટલા માટે આ નિર્ણય લેવાયો. ધુમ્મસનું કારણ પાડોશી દેશ ઈન્ડોનેશિયાનાં જંગલોની આગ જણાવાઈ રહી છે. સિંગાપોરમાં પણ આવી જ સ્થિતિ હતી. ખરેખર ઈન્ડોનેશિયામાં સુમાત્રા અને બોર્નેઓમાં લાગેલી આગ ફેલાતી જઈ રહી છે. તપાસ અધિકારીઓએ કહ્યું કે 80 ટકા આગ જાણીજોઈને લગાવાય છે. સ્થાનિકો જંગલો હટાવી પામનાં વૃક્ષો વાવે છે. તેનું ઓઈલ દુનિયાભરમાં વેચાય છે એટલા માટે દર વર્ષે મોટી માત્રામાં જંગલ કાપી કે બાળી નખાય છે.16,000 સૈનિક, 52 હેલિકોપ્ટર આગ ઓલવી રહ્યાં છે. આગથી 6 રાજ્યોમાં 3.28 લાખ હેક્ટરમાં ફેલાયેલું જંગલ રાખ થઈ ચૂક્યું છે. તેને ઓલવવા માટે 16000 સૈનિકો અને 52 હેલિકોપ્ટરને કામે લગાવાયાં છે. કૃત્રિમ વરસાદ કરાઈ રહ્યો છે. તેનાથી હાલ 3 કરોડ લિટર પાણી અને 275 ટન મીઠું છંટાયું છે.90 ફ્લાઇટ રદ કરાઈ, 65થી વધુ ફ્લાઈટો મોડી પડી હવામાન એજન્સી મુજબ સેટેલાઇટ તસવીરોમાં 2900 હોટસ્પોટ દેખાયા. તેના પર વધારે જોખમ.એનજીઓએ લોકોની સુરક્ષા માટે મફત ફેસમાસ્ક વહેંચ્યાં.સિંગાપોર-મલેશિયાથી 90 ફ્લાઇટ રદ, 65 મોડી, હજારો યાત્રી પરેશાન.

Download Our B K News Today App



Related News