દુનિયાની પહેલી મહિલા પાયલોટ જે પગથી ચલાવે છે વિમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 12:02:36
  • Views : 588
  • Modified Date : 2019-04-18 12:02:36

1983 માં યૂએસના એરિઝોનામાં જન્મેલી જેસિકા કોક્સને બાળપણથી હાથ ન હતા. તેમણે 14 વર્ષની ઉમરે જ તેના કૃત્રિમ હાથનો ઉપયોગ કરવાનું બંધ કર્યું હતું. ત્યારથી જેસિકા તેના તમામ કામ તેના પગથી જ કરે છે. કાર ચલાવવાથી લઇને, ગેસ ફિલિંગ, આંખ પર લેન્સ લગાવવા, સ્કુબા ડાઇવિંગ અને કિબોર્ડ પર ટાઇપ આ તમામ કામ તેના પગ વડે જ કરે છે. જુઓ તસવીરમાં તેની ટાઇપીંગ સ્પીડ 25 વર્ડ પ્રતિ મિનિટ છે.ટાઇપિંગ સાથે, જેસિકા પેન પણ તેના પગ સાથે ચલાવે છે.જેસિકાએ 22 વર્ષની ઉંમરે પ્લેન ચલાવવાનું શીખી હતી અને ફક્ત 3 વર્ષમાં તેને લાઇસન્સ મેળવ્યું. જેસિકા કરાટે ચેમ્પિયન પણ છે.જેસિકા કોક્સે તેના પગમાં તેણીના લગ્નની રીંગ પહેરી હતી. તેમનો મંગેતર પેટ્રિક ચેમ્બરલેને તેમને રીંગ પગમાં પહેરાવી હતી.ગિનીઝ બુક ઑફ રેકોર્ડ્સ માં પણ તેને સ્થાન આપવામાં આવેલ છે.


Download Our B K News Today App



Related News