મેક્સિકોમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ

  • Published By :
  • Published Date : 2022-09-20 15:46:44
  • Views : 321
  • Modified Date : 2022-09-20 15:46:44

પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરના જણાવ્યા અનુસાર, 3 મીટર ઊંચા મોજા મેક્સિકો સાથે અથડાઈ શકે છે. પહેલાં પણ મંજાનિલો અને એકાપુલ્કો જેવા સમુદ્ર કિનારાનાં શહેરોમાં આવા મોજા અથડાઈ ચૂક્યા છે. કોલંબિયા, કોસ્ટા રિકા, એક્વાડોર, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, નિકારાગુઆ, પનામા અને પેરુના પ્રશાંત કિનારે 0.3 મીટરથી ઓછા મોજા આવી શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.અહીં પશ્ચિમ કિનારે સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. આ સ્થળથી 500 કિમી દૂર રાજધાની મેક્સિકો સિટીમાં પણ આંચકા અનુભવાયા છે. રાજધાનીમાં કોઈ જાનહાનિની જાણકારી મળી નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મિચોઆકન રાજ્યમાં કોલકોમનથી 59 કિમી દક્ષિણમાં પ્રશાંત કિનારે જમીનથી 15 કિમી દૂર હતું.આ ભૂકંપ ત્યારે આવ્યો છે, જ્યારે લોકો 1985 અને 2017માં બે મોટા ભૂકંપને હજી ભૂલ્યા પણ નથી. 19 સપ્ટેમ્બર 1985ના રોજ મેક્સિકો સિટીમાં 8.1 તીવ્રતાના ભૂકંપથી 10 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા અને હજારો ઇમારતોને નુકસાન થયું. ચોંકાવનારી વાત એ છે કે 2017માં આ જ દિવસે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 370 લોકો માર્યા ગયા હતા.

Download Our B K News Today App



Related News