લુલા દા સિલ્વા બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ બનશે :50.90% મત મળ્યા

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-31 11:52:54
  • Views : 283
  • Modified Date : 2022-10-31 11:52:54

    લુલા દા સિલ્વા લેટિન અમેરિકાના સૌથી મોટા દેશ બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ બનશે. તેમણે વર્તમાન રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોને હરાવ્યા છે. તેઓ લેફ્ટ વર્કર્સ પાર્ટીના છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 1 જાન્યુઆરી 2023ના રોજ પદ સંભાળશે, ત્યાં સુધી બોલ્સોનારો કેરટેકર રાષ્ટ્રપતિ રહેશે.30 ઓક્ટોબરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બીજા રાઉન્ડની વોટિંગ થઈ. લુલા દા સિલ્વાને 50.90%, જ્યારે બોલ્સોનારોને 49.10% વોટ મળ્યા. બ્રાઝિલના સંવિધાન અનુસાર, ચૂંટણી જીતવા કોઈપણ ઉમેદવારને ઓછામાં ઓછા 50% વોટ મળવા જરૂરી છે. ગયા મહિને થયેલા મતદાનમાં લુલાને 48.4%, જ્યારે બોલ્સોનારોને 43.23% મત મળ્યા હતા.

77 વર્ષના લુલા દા સિલ્વાએ ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો અંત લાવવા અભિયાન ચલાવ્યું હતું. તેમનું કહેવું હતું કે, બોલ્સોનારો સરકાર દરમિયાન ભ્રષ્ટાચારમાં વધારો થયો. લુલા પણ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તેમને ભ્રષ્ટાચારના કારણે પદ છોડવું પડ્યું હતું. ભ્રષ્ટાચારના આરોપો સાબિત થયા પછી 580 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. આ વર્ષે લુલા છઠ્ઠી વખતની ચૂંટણી લડી રહ્યા છે, જેમાં તે જીત્યા છે.રાષ્ટ્રપતિ ચૂંટણી પર નિર્ણય આવ્યા પછી દુનિયાની નજર બોલ્સોનારો અને તેમના સમર્થકો પર છે. બોલ્સોનારો પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, તેઓ ચૂંટણી હારશે તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રસ્તે ચાલશે અને નિર્ણયોને નામંજુર કરશે.તેમની હાર થતા દેશમાં હિંસા થવાનો ખતરો ઉભો થયો છે. ભારે સંખ્યામાં સુરક્ષાબળો તહેનાત છે. મતદાન કેન્દ્રોથી 100 મીટરના અંતર સુધી હથિયાર ન લઈ જવાનો આદેશ છે છતા બોલ્સોનારોના સમર્થકો ખુલ્લેઆમ હથિયાર લઈને ફરી રહ્યા છે. તેઓ મતદારોને ધમકાવી રહ્યા છે.

આ વખતે બ્રાઝિલમાં રાજકીય નફરત એટલી હદે વધી ગઈ છે કે, બોલ્સોનારો અને લુલા બંને બુલેટ પ્રૂફ જેકેટ પહેરી ચૂંટણીનો પ્રચાર કરતા દેખાયા હતા. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ બોલ્સોનારોના એક સમર્થકે લુલાના સમર્થકની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. બોલ્સોનારો પર છેલ્લી ચૂંટણીના પ્રચાર દરમિયાન હુમલો થયો હતો.બ્રાઝિલમાં ગેંગ કલ્ચર ક્રાઈમનું મુખ્ય કારણ છે. ચૂંટણી માટે રાજકીય દળો હિંસા ફેલાવવા અને મતદારોને પોતાની તરફેણમાં કરવા આ ગેંગને ભાડે રાખે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન જ રાજકીય હિંસાની 250થી વધુ ઘટનાઓ બની હતી. જેમાં 2000થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

 

 

Download Our B K News Today App



Related News