મે મહિનામાં રોકાણકારોના ડૂબ્યા 7 લાખ કરોડ....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 13:37:25
  • Views : 510
  • Modified Date : 2019-05-15 13:38:59

શેર માર્કેટમાં ગત નવ દિવસથી ઘટાડાનો દૌર હતો. 10મા દિવસે તેજી જોવા મળી અને Sensex 228 પોઇન્ટ ચઢીને બંધ થયો. NIFTY માં પણ 74 પોઇન્ટનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર સેંસેક્સની મોટી કંપનીઓ રિલાયન્સ ઇંડસ્ટ્રી, ITC અને SBI માં લાભથી બજારમાં સુધારો છે. રોકાણકારો માટે અત્યાર સુધી મે મહિનો ખૂબ ખરાબ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર ગત 2 અઠવાડિયામાં રોકાણકારોએ 104.7 બિલિયન ડોલર (લગભગ 7 લાખ કરોડ) ગુમાવ્યા છે. સ્ટોક માર્કેટની માર્કેટ કેપ લગભગ 4.8 ટકા ઘટી ગયો છે. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે 2019માં ભાતીય માર્કેટમાં અત્યાર સુધી કોઇપણ પ્રકારનો વિકાસ નોંધાયો નથી. શેર માર્કેટ સાઇઝના અનુસાર ભારત ટોપ-10 દેશોમાં નવમા નંબર પર પહોંચી ચુક્યું છે. ભારતીય શેર માર્કેટ કેપ 2.08 ટ્રિલિયન (2008 અરબ ડોલર)નું છે. ચીનનું માર્કેટ કેપ 6.68 ટ્રિલિયન ડોલર (6680 બિલિયન ડોલર) છે. પહેલા નંબર પર અમેરિકા છે, જેનો માર્કેટ કેપ 31.17 ટ્રિલિયન (31017 બિલિયન) ડોલર છે. 

Download Our B K News Today App



Related News