ઓસ્ટ્રેલિયામાં નવીન સ્ટાર્ટઅપ્સ માટે બાયોસાયન્સિસ ફંડની શરૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-20 16:13:50
  • Views : 458
  • Modified Date : 2023-01-20 16:13:50

ઓસ્ટ્રેલિયન સરકારે જૈવિક વિજ્ઞાનના ક્ષેત્રમાં નવીન સંશોધકો, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો માટે 40 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરની જાહેરાત કરી છે. પ્રાંતીય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી ચાર વર્ષમાં જૈવિક વિજ્ઞાનની શાખાઓમાં પ્રોજેક્ટ્સને ટેકો આપીને ઉદ્યોગને મજબૂત બનાવવામાં આવશે, જેમાં બાયો-મેન્યુફેક્ચરિંગ, જિનેટિક એન્જિનિયરિંગ, સિન્થેટિક બાયોલોજી અને એગ્રિ-ફૂડ જેવા પ્રમાણમાં નવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
એનએસડબલ્યુના વિજ્ઞાન, નવીનતા અને ટેકનોલોજી મંત્રી એલિસ્ટેર હેન્સકેન્સે જણાવ્યું હતું કે નવો કાર્યક્રમ પ્રારંભિક તબક્કાના વિકાસ અને વાણિજ્યિક સફળતા વચ્ચેના મુશ્કેલ સંક્રમણને આગળ વધારવામાં મદદ કરશે. સાથે સાથે અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવતા સ્ટાર્ટઅપ્સ માટે નાણાકીય અને ઉદ્યોગસાહસિક સહાય પૂરી પાડશે.
તેમણે કહ્યું હતું કે, તેઓ નવા વિચારો અને નવીનતાઓને પ્રોત્સાહન આપવા ઇચ્છે છે, જે ઊર્જા, સ્વાસ્થ્ય, પર્યાવરણ અને બગાડમાં પડકારોનું સમાધાન કરશે તથા સફળ વ્યવસાયો વિકસાવવા ઇચ્છે છે, જે નવી રોજગારી અને ઉદ્યોગોનું સર્જન કરવામાં મદદ કરશે તથા એનએસડબલ્યુ માટે ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરશે.

Download Our B K News Today App



Related News