છેલ્લા 5 વર્ષ સૌથી વધારે ગરમ રહ્યાં, 2011-15ની સરખામણીમાં તાપમાન 0.2 ડિગ્રી વધ્યું- રિપોર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-23 14:44:15
  • Views : 475
  • Modified Date : 2019-09-23 14:44:15

ધરતીનું તાપમાન દિવસેને દિવસે વધી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2015-2015 વચ્ચે સરેરાશ વૈશ્વિક તાપમાન 2011-15ની સરખામણીમાં 0.2 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. ગ્લોબલ વોર્મિંગ અંગે આ રિપોર્ટ સોમવારે યોજાનારા સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સમિટના ઠીક પહેલા આવ્યો છે.યૂનાઈટેડ ઈન સાઈન્સના નામે જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવાયું હતું કે, હાલમાં વૈશ્વિક તાપમાન પૂર્વ-ઔદ્યોગિક કાળ(1850 - 1900)ની સરખામણીએ 1.1 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે અને વર્ષ 2015-19માં તાપમાન 0.2 ડિગ્રી સેલ્સિયલ વધી ગયું છે. આનાથી વધારે છેલ્લા 40 વર્ષ દરમિયાન આર્કટિકમાં બરફ દર 10 વર્ષે 12% પીઘળી રહ્યો છે અને 2015-19 વચ્ચે તેમા વધારો થઈ રહ્યો છે.કાર્બન ડાઈઓક્સાઈડમાં 2018માં 2% વધારો થયો.રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, એન્ટાર્કટિકામાં બરફની ચાદર 1979 અને 2017 વચ્ચે તીવ્ર દરથી પીગળી રહ્યો છે. સાથે જ 2015-19 દરમિયાન ગ્લેશિયરમાં છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં સૌથી દરથી ઘટાડો થયો છે. કાર્બન ડાઈઓક્સાઈડમાં ઘટાડો થવાની જગ્યાએ 2018માં તે 2% વધી ગયો છે. જે 37 બિલીયન ટનનો રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.co2 વૈશ્વિક અર્થવ્યવસ્થા પ્રમાણે વધી રહ્યો નથી. રિપોર્ટ પ્રમાણે, આ ફેરફારને અટકાવવા માટે સમગ્ર વિશ્વ નિષ્ફળ નિવડી રહ્યું છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે કાર્બન ઉત્સર્જનનું સ્તર શું હોવું જોઈએ, તે નક્કી થઈ શક્યું નથી. જો કે, તે વૈશ્વિક અર્થવ્યવસ્થાના સમાન દરે નથી વધી રહ્યો. UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ સતત તમામ દેશો સાથે વધતા ગ્રીનહાઉસ ગેસમાં ઘટાડો કરવાની અપીલ કરતા રહે છે.

Download Our B K News Today App



Related News