જાણો ઇન્સ્યુલિન પ્લાન્ટના ફાયદા વિષે?

  • Published By :
  • Published Date : 2022-09-23 16:25:50
  • Views : 332
  • Modified Date : 2022-09-23 16:25:50

ઇન્સ્યુલિન પ્લાન્ટનો ઉપયોગ સારવાર માટે કરવામાં આવે છે
ઇન્સ્યુલિન એક એવો છોડ છે, જેનાં પાંદડાં ચાવવાથી શુગરને કંટ્રોલમાં કરી શકાય છે. આયુર્વેદમાં ઇન્સ્યુલિનના મહત્ત્વ વિશે જણાવવામાં આવ્યું છે. ઇન્સ્યુલિનને ક્રેપ આદુ, કેમુક, કુમુલ, કિકંદ, પાકર્મુલા, પુષ્કરમુલા જેવાં નામોથી પણ ઓળખવામાં આવે છે.

ઇન્સ્યુલિન ઝાડના આ ફાયદા

ઇન્સ્યુલિનનાં પાન ચાવવાથી શરીરની મેટાબોલિક પ્રક્રિયામાં સુધારો જોવા મળે છે.ઈન્સ્યુલિન પ્લાન્ટનો ઉપયોગ ફક્ત શુગરમાં જ નથી, પરંતુ ખાંસી, શરદી, ત્વચા, આંખનું ઈન્ફેક્શન, ફેફસાંના રોગો, અસ્થમા, લૂઝ મોશન, કબજિયાત જેવા રોગોમાં પણ થાય છે.છોડમાં રહેલા નેચરલ કેમિકલ શુગરને ગ્લાયકોજેનમાં બદલી નાખે છે, જેનાથી શુગરના દર્દીને ફાયદો થાય છે.

કોસટસ ઇગ્નસના ફાયદા
કોસટસ ઇગ્નસ ઇન્સ્યુલિનને ડિસ્ચાર્જ કરે છે, જેનાથી શુગર કંટ્રોલ કરવાની સાથે ડાયાબિટીસબનું જોખમ પણ ઓછું થાય છે, જેમાં પ્રોટીન, એન્ટીઓક્સિડન્ટ, એસ્કોર્બિક એસિડ, આયર્ન, ફલેવોનોઇડ્સ, બી કેરાટીન અને કોર્સોલિક એસિડ સહિત અનેક પોષકતત્ત્વો હોય છે. ઇન્સ્યુલિન ડાયાબિટીસ, ફેફસાં સિવાય આંખ માટે પણ ફાયદાકારક છે.

ટાઈપ-2 ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક
ડાયાબિટીસ એક એવી બીમારી છે, જેનાથી ઇમ્યુનિટી ઓછું થાય છે અને અનેક પ્રકારની બીમારીઓ ઝપેટમાં લે છે. એ સમયે ઇન્સ્યુલિનના પણ શુગર લેવલને ઓછું કરવામાં ફાયદાકારક છે. 'એનસીબીઆઇ'ના જણાવ્યા અનુસાર, ઇન્સ્યુલિનનાં પાનથી બ્લડશુગરને કંટ્રૉલ કરી શકાય છે ને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર પણ કરી શકાય છે.

Download Our B K News Today App



Related News