કિમે 5 વર્ષમાં પ્રથમવાર કોંગ્રેસની બેઠક બોલાવી, આગામી પાંચ વર્ષના વિકાસનું માળખું તૈયાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 14:06:43
  • Views : 379
  • Modified Date : 2021-01-06 14:06:43

    ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને પોતાની નિષ્ફળતા સ્વીકારતા પાંચ વર્ષમાં પ્રથમવાર પાર્ટીની કોંગ્રેસ મીટિંગ બોલાવી છે. તેમાં કિમની પોલિસીની નિષ્ફળતા વચ્ચે આગામી 5 વર્ષ માટે વિકાસનું માળખું તૈયાર કરવામાં આવશે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી અનુસાર, મંગળવારે પાર્ટીના કાર્યકર્તાઓની પ્યોંગયાંગમાં મીટિંગ શરૂ થઈ. આ દરમિયાન હજારો પ્રતિનિધિઓ અને ઓબ્ઝર્વર પણ હાજર રહ્યા. પોતાના ભાષણની શરૂઆતમાં કિમે કહ્યું કે આપણે આપણી સફળતાઓ અને જીતને આગળ વધારવી જોઈએ, જે આપણે આકરી મહેનત પછી પ્રાપ્ત કરી છે. આપણે વિતેલા દિવસોમાં મળેલા કેટલાક અનુભવોમાંથી બોધપાઠ લેવો જોઈએ. કિમે દેશની ઈકોનોમીને પાટા પર લાવવા માટે આગામી પાંચ વર્ષની એક યોજના બનાવી છે, જેના દ્વારા કોરોનાથી ઈકોનોમી પર પડેલી અસરને સુધારવામાં આવશે. કિમે ઉત્તર કોરિયાના મેટલ, કેમિકલ, ઈલેક્ટ્રિકલ અને અન્ય મુખ્ય ઈન્ડસ્ટ્રીની હાલની સ્થિતિનો રિવ્યૂ પણ કર્યો અને ભવિષ્ય માટે કેટલાક ટાસ્ક આપ્યા. જો કે આ ટાસ્કને સ્પષ્ટ કરાયા નથી.

    આ વર્ષની પાર્ટી કોંગ્રેસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કેમકે પોતાના નવ વર્ષના શાસનકાળ દરમિયાન કિમ અનેક પડકારો સામે ફેઈલ નજરે પડ્યા. કોરોનાના કારણે અર્થવ્યવસ્થા પર બ્રેક લાગવાથી કિમને જોરદાર આંચકો લાગ્યો છે. બોર્ડર સીલ થવી, પ્રાક઼ૃતિક આફતોથી થયેલા નુકસાન અને અમેરિકા તરફથી લગાવાયેલા પ્રતિબંધોના કારણે કિમ સતત નબળા સાબિત થઈ રહ્યા છે.
કિમે આ આફતોને ખતરનાક ગણાવીમંગળવારે થયેલી આ બેઠકમાં કિમે આ આફતોને સૌથી ખતરનાક ગણાવી. આ ઉપરાંત કિમ અમેરિકાના પ્રેસિડન્ટ-ઈલેક્ટ જો બાઈડેનના નેજા હેઠળની અમેરિકન નીતિ પર પણ નજર રાખશે. અધિકૃત રીતે કોંગ્રેસ પાર્ટીનું ડિસિઝન મેકિંગ બોડી છે. જેમાં રોજ કિમ અને ટોચના અધિકારીઓ મળીને અનેક મહત્વના નિર્ણયો લે છે.

    છેલ્લા એક વર્ષથી ચીન બોર્ડર સીલ હોવાથી ઉત્તર કોરિયા ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ચીન તેનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. સિયોલના IBK ઈકોનોમિક રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના એનેલિસ્ટ સોંગ જાએગુક કુના અનુસાર, ગત વર્ષના શરૂઆતના 11 મહિનાઓમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ટ્રેડમાં 79%નો ઘટાડો નોંધાયો હતો.

    કિમના શાસનકાળમાં બીજીવાર પાર્ટી કોંગ્રેસની મીટિંગ યોજાઈ છે. આ અગાઉ 2016માં તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ચાર દિવસ ચાલી હતી. જ્યારે 1980માં 5 દિવસ અને 1970માં આ મીટિંગ 12 દિવસ સુધી ચાલી હતી.


Download Our B K News Today App



Related News