દિલ્હીના લીકર પોલીસી કેસમાં સિસોદિયા બાદ હવે કેજરીવાલની પૂછપરછ કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-01 14:41:59
  • Views : 463
  • Modified Date : 2023-03-01 14:41:59

દિલ્હીના કથિત શરાબ નીતિ કૌભાંડમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સીબીઆઇ ધરપકડ કરી લીધી છે. દિલ્હીની કોર્ટે સિસોદિયાને પાંચ દિવસનારિમાન્ડ પર મોકલ્યા છે. સિસોદિયાની સીબીઆઇએ કરેલી પૂછપરછ દરમિયાન ઇડી અને આમ આદમી પાર્ટીના બીજા અધિકારીઓ વિરુદ્ધ કેસને મજબૂત કરવા માગે છે.

સૂત્રોનું કહેવું છે કે, ઇડીએ કરેલી તપાસમાં 100 કરોડ રૂપિયાની લાંચનો મની ટ્રેલની માહિતી મળતાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હીની ડિફેન્સ કોલોની સ્થિત એક ઘરના બેસમેન્ટમાં બે સર્વર મળ્યા હતાં. તેની તપાસથી દિલ્હીની આબકારી નીતિમાં બિઝનેસનમેનનો રોલ ખબર પડી શકે છે.

એક રિપોર્ટ મુજબ, આ બે સર્વરમાંથી મળેલી મની ટ્રેલનો મહત્ત્વનો રોલ હતો. એજન્સીના સૂત્રોએ દાવો કર્યો છે કે, 100 કરોડ રૂપિયાની લાંચમાંથી ઓછામાં ઓછા 30 કરોડ રૂપિયા સીધી રીતે આમ આદમીના અધિકારીઓને આપવામાં આવ્યા હતાં. ગયા અઠવાડિયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએની પૂછપરછ કરવામાં આવી હતી. બિભવ કુમાર અને હાલમાં ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ કમીશન ઓફ દિલ્હીના પ્રમુખ પદથી હટાવેલાં જેસ્મીન શાહની પૂછપરછ ED દ્વારા કરાયેલી મની ટ્રેલ પછી થઈ હતી.

રિપોર્ટમાં એક સૂત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમે આ રૂપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ કરી રહ્યા છીએ. તેમણે અરવિંદ કેજરીવાલની પૂછપરછ થઈ શકે એવું કહ્યું છે. એજન્સીએ ગયા મહીને તેની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં કહ્યું હતું કે, સિસોદિયાના સચિવ રહેલાં નૌકરશાહ સી અરવિંદે કૌભાંડમાં કેજરીવાલની ભૂમિકા પર આરોપ લગાવ્યો છે. ઇડીએ એક આરોપીના હવાલા થઈ કહ્યું કે, વિજય નાયરે ઇન્ડોસ્પ્રિટના માલિક સમીર મહેન્દ્રૂ સાથે અરવિંદ કેજરીવાલની વાત કરાવી હતી. ફેસટાઇમ દ્વારા કરાયેલાં વીડિયો કોલમાં કેજરીવાલને સમીરે કહ્યું હતું કે, વિજય નાયર તેમનો આદમી છે અને તે વિશ્વાસ કરી શકે છે.

ઇડીએ ચાર્જશીટમાં વધુમાં કહ્યું કે, સી અરવિંદે મનીષ સિસોદિયાના અરવિંદ કેજરીવાલના આવાસ પર બોલાવ્યા હતાં તેમાં સત્યેન્દ્ર જૈન પણ હાજર હતાં. હોલસેલ બિઝનેસને ખાનગી અને પ્રોફિટ મારજિન 12 ટકાથી (6 ટકા પાછા લેવા) કરવાનું ષડયંત્ર સી અરવિંદના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે. સી અરવિંદે કહ્યું કે, મંત્રીની બેઠકમાં આ બે વાત અંગે કોઈ ચર્ચા થઈ નહોતી. તેમણે એવું પણ કહ્યું કે, પહેલીવાર તેમણે આ પ્રસ્તાવને જીઓએમ ડ્રાફ્ટ રિપોર્ટમાં જોયો હતો અને તેમને આપેલાં દસ્તાવેજના આધારે રિપોર્ટ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News