જિયોએ ઓલ-ઈન-વન પ્લાન લોન્ચ કર્યો: આ પેકમાં નોન જિયો નેટવર્ક ઉપર કોલ કરવા માટે 1000 મિનિટ ફ્રી મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 16:53:28
  • Views : 531
  • Modified Date : 2019-10-21 16:53:28

આ નવા પ્લાન સાથે ગ્રાહકોને વધારે ડેટા આપવામાં આવશે અને અનલિમિટેડ નોન જિયો કોલિંગ પણ હશે. પરંતુ આ અગાઉની માફક અનલિમિટેડ કોલિંગ નથી, પરંતુ આ પેકમાં મહિનાભર માટે 1000 મિનિટ જ નોન જિયો યુઝર્સને કોલ કરી શકાશે. તેને અનલિમિટેડ સાથે FUP લગાવવા કહે છે.રૂપિયા 222 નો પ્લાન તે 28 દિવસની વેલિડિટીવાળો પ્લાન છે. તે અંતર્ગત જિયોથી જિયો અનલિમિટેડ કોલિંગ છે અને 2જીબી ડેટા દરરોજ મળશે. પરંતુ જિયોથી બીજા નેટવર્ક પર 1000 મિનિટ જ કોલ કરી શકાય છે.રૂપિયા 333 નો પ્લાન તે 56 દિવસ વેલિડિટીનો પ્લાન છે અને તે અંતર્ગત દરરોજ 2 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં પણ જિયો ટુ જિયો કોલિંગ અનલિમિટેડ છે. જિયો ટુ નો જિયો 1,000 મિનિટ મળશે.રૂપિયા 444 નો પ્લાન તેની વેલિડિટી 84 મહિનાની રહેશે અને દરરોજ 2 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં પણ જિયો ટુ જિયો અનલિમિટેડ કોલિંગ રહેશે, જ્યારે નોન જિયો માટે 1,000 મિનિટ મળશે.રૂપિયા 555 નો પ્લાન તેની વેલિડિટી 84 દિવસ રહેશે અને દરરોજ 2 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં પણ જિયો ટુ જિયો અનલિમિટેડ કોલિંગ, જ્યારે નોન જિયો માટે 3,000 મિનિટ મળશે.

Download Our B K News Today App



Related News