જેટ એરવેઝના ડેપ્યુટી CEO અને CFO અમિત અગ્રવાલે આપ્યું રાજીનામું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 14:24:48
  • Views : 512
  • Modified Date : 2019-05-14 14:24:48

જેટ એરવેઝના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચીફ ફાયનાન્સિયલ ઓફિસર અમિત અગ્રવાલે રાજીનામું આપ્યું છે. એરલાઇન્સે જણાવ્યું હતું કે અંગત કારણોસર અમિત અગ્રવાલે આ પોસ્ટ છોડી દીધી હતી. મંગળવારે જેટ એરવેઝના શેરમાં 12 ટકાનો ઘટાડો થયો હતો. અમિતા અગ્રવાલનો રાજીનામું તે સમયે આવ્યું છે જ્યારે એરલાઇન 1.2 અબજ ડોલરથી વધુના દેવા સાથે સંઘર્ષ કરી રહી છે. અને કંપનીની સપ્લાયર્સ, પાઇલટ્સ અને ઓઇલ કંપનીઓને ચૂકવણી બાકી છે.કંપનીના ધિરાણકર્તાઓએ એરલાઇનમાં નિયંત્રિત હિસ્સો લીધો છે અને હાલમાં તેઓ તેમના બાકીની રકમની વસૂલાત કરવા માટે હિસ્સો વેચવાની પ્રક્રિયામાં છે. અમિત અગ્રવાલના રાજીનામાની 13 મી મેના રોજ અસર થઇ હતી. આ વિશેની માહિતી કંપની દ્વારા આપવામાં આવી છે. જો કે જેટ એરવેઝે અમિત અગ્રવાલની જગ્યાએ બીજા કોઈને પોસ્ટ કરવા વિશે કોઈ માહિતી આપી નથી.આર્થિક સંકટમાં ફસાયેલી જેટ એરવેઝનું સંચાલન 17 એપ્રિલથી અસ્થાઈ રીતે બંધ છે. ગત એક મહિનામાં કંપનીના મોટા ભાગના સભ્યો રાજીનામું આપી ચુક્યા છે. તેમજ જેટ એરવેઝના ડેપ્યુટી સીઈઓ અને સીએફઓ અમિત અગ્રવાલે રાજીનામું આપી દીધું છે. અગ્રવાલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાની માહિતી એરલાઈને સ્ટોક એક્સચેન્જને આપી હતી. અમિત અગ્રવાલ 2015માં એરલાઈન્સ સાથે જોડાયા હતા. મહત્વનું છે કે છેલ્લા એક મહિનામાં જેટના મોટા ભાગના બોર્ડ મેમ્બર્સે રાજીનામું ધરી દીધું છે. જેથી બીએસઈ પર જેટના શેર મંગળવારે 12.44% ગગડીને 122.10 રૂપિયા પર આવી ગયા હતા. NSE પર શેર 13% ગગડીને 121 રૂપિયાએ પહોંચ્યા છે. જો કે નીચલા સ્તરે થોડી રિકવરી જોવા મળી છે.

Download Our B K News Today App



Related News