50 વર્ષનો પુરુષ નીકળ્યો જાપાનની ક્યુટ સોશિયલ મીડિયા સ્ટાર, આ APPએ બદલી કાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 15:27:29
  • Views : 391
  • Modified Date : 2021-03-19 15:27:29

    ટેક્નોલોજી કેટલી ઝડપથી આગળ વધી રહી છે તેનું એખ ઉદાહરણ જાપાનમાં જોવા મળ્યું છે. જાપાનના એક ટીવી શો પર 50 વર્ષના એક વ્યક્તિએ ખુલાસો કર્યો છે કે, તે છેલ્લા ઘણાં સમયથી એક જાપાની બાઈકર ગર્લ બનીને સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવી રહ્યો છે. આ વ્યક્તિએ જણાવ્યું કે, તે એક ફોટો શોપ અને ફેસ ચેન્જિંગ એપ્લીકેશનની મદદથી પોતાની કાયા પલટ કરવામાં સફળ રહ્યો છે.

    આ વ્યક્તિ ક્યૂટ બાઈકર ગર્લ બનીને પોતાનો ટ્રાવેલ બ્લોગ ચલાવે છે અને જાપાનની સૌથી સુંદર લોકેશનથી પોતાની તસવીરો પોસ્ટ કરે છે. આ વ્યક્તિનું ટ્વિટર એકાઉન્ટ @azusagakuyuki છે અને આ એકાઉન્ટ સોશિયલ મીડિયા ઉપર ખૂબ ફેમસ છે. પતાની લોકપ્રિયતાના કારણે ઘણી વાર આ વ્યક્તિ છોકરી બનીને ચોકલેટ અને એનર્જી ડ્રિન્ક જેવી વસ્તુઓનું સ્પોન્સર કરતાં પણ દેખાય છે.જાપાનના એક એન્ટરટેઈમેન્ટ પ્રોગ્રામ 'લેટ મંડે શો'માં આ વ્યક્તિએ આ ખુલાસો કર્યો છે. આ શો પર આ વ્યક્તિએ ફેસ એપનો ઉપયોગ કર્યો અને પરિણામ ખૂબ ચોંકાવનારા હતા. કારણકે આ પુરુષને એક યુવા જાપાની ગર્લમાં ટ્રાન્સફોર્મ થવામાં સફળતા મળી હતી. તેમને જ્યારે આવું કરવાનું કારણ પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેમણએ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે આવું કર્યું.

    આ વ્યક્તિએ કહ્યું કે, મને નથી લાગતું કે કોઈને 50 વર્ષના અંકલનું બાઈકિંગ જોવામાં રસ હોય. તેથી મેં મારી એક ફિમેલ પર્સનાલિટી બનાવી અને તેના કારણે હું સોશિયલ મીડિયા ઉપર પોપ્યુલર પણ થઈ રહ્યો છું. મને નથી લાગતું કે આમાં કોઈ ખરાબ વાત હોય. જોકે આ વ્યક્તિએ પોતાના ચહેરાને સંપૂર્ણ રીતે બદલી દીધો છે પરંતુ વાળ તેમના પોતાના હતા.તેમના આ ખુલાસા પછી તેમની લોકપ્રિયતામાં ઘણો વધારો જોવા મળ્યો છે અને તેમના એકાઉન્ટ પર હજારો ફોલોઅર્સ વધી ગયા છે. ઘણાં લોકો આ વ્યક્તિની વાત સાંભળીને તેમને સપોર્ટ કરવા પણ આગળ આવ્યા છે. આ એકાઉન્ટના ઘણાં ફેન્સનું કહેવું છે કે, અંકલ હોવામાં કોઈ શરમની વાત નથી અને જ્યાં સુધી તમે લોકોને રસપ્રદ કન્ટેન્ટ આપતા રહેશો ત્યાં સુધી સોશિયલ મીડિયા સ્ટાર્સને જેન્ડરને ધ્યાનમાં રાખીને કોઈ મુશ્કેલી ના હોવી જોઈએ.

Download Our B K News Today App



Related News