જમીન-પાણીને નુકસાન ન થાય તે રીતે પ્લાસ્ટિકને રિસાઇકલ કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 12:21:36
  • Views : 598
  • Modified Date : 2019-08-19 12:21:36

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા હિમાયત કરી હતી. હાલની પરિસિૃથતી એવી છેકે, ભારતમાં પ્રત્યેક વ્યક્તિ વર્ષે ૧૨ કિલો પ્લાસ્ટિકનો વપરાશ કરે  છે જે ચિંતાનો વિષય બન્યો છે. આ કારણો સર ટૂંકા ગાળામાં પ્લાસ્ટિકનુ રિસાયકલ કરવુ તે અંગેનો વિચાર થઇ રહ્યો છે.અમદાવાદ સિૃથત સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ઓફ પ્લાસ્ટિક એન્જિનીયરીગ ટેકનોલોજી (સિપેટ)માં જમીન અને પાણીને નુકશાન નપહોંચે તે રીતે પ્લાસ્ટિંકનુ રીસાયકલ કરવા રિસર્ચ કરવામાં આવી રહ્યુ છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા આગામી દિવસોમાં ગુજરાતમાં ચાર નવા સીપેટ શરુ કરવામાં આવનાર છે.અમદાવાદના વટવા સિૃથત સિપેટ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એવી જાહેરાત કરી હતીકે ,  પ્લાસ્ટિંક ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા સાણંદ , ભાવનગર અને વલસાડમાં સીપેટ શરૃ કરવામાં આવશે.આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ કેમિકલ એન્જિનિયરીંગ ક્ષેત્રમાં અભ્યાસ કરી શકે તે માટે  આ નવા સેન્ટર શરૃ કરવામાં આવનાર છે. દેશની ૪૦ ટકા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ ,અંકલેશ્વર  અને વાપીમાં આવેલી છે.આ ક્ષેત્રનો ભરપુર વિકાસ થાય તે માટે એન્જિયરીગ ઇન્સ્ટીટયુટએ પાયાની જરૃરિયાત છે.પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ ચિંતાનો વિષય બન્યો છે ત્યારે કેન્દ્ર-રાજ્ય સરકાર પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટે પ્રયાસો આદરી રહી છે. પ્લાસ્ટિકનો ઉપયોગ બને એટલો ઓછો થાય તે માટે અમદાવાદમાં  પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર શરુ કરવામાં આવનાર છે.જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તે પૈકી ૯૩ ટકા પ્લાસ્ટિકનુ રિસાયકલ થઇ શકે છે. જયારે માત્ર ૭ ટકા જ સિંગલ યુઝ પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાતુ નથી. આજે દેશમાં પ્રત્યેક એક વ્યક્તિ વર્ષ ૧૨ કિલો પ્લાસ્ટિકનો વપરાશ કરે છે. પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ મોતને નેતરુ આપે છપ્લાસ્ટિકની રિસાયકલ વખતે જમીન અને પાણીને નુકશાન ન થાય તે દિશામાં નિષ્ણાતો અમદાવાદના સિપેટમાં સંશોધન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારેવિદ્યાર્થીઓને  કેમિકલ એન્જિયરીંગ ક્ષેત્રમાં અભ્યાસ કરવાની તક હાંસલ થાય તે માટે બેગ્લોર,લખનૈા જેવા કેન્દ્ર શરુ કરવા તૈયારી કરી છે.

Download Our B K News Today App



Related News