જમૈકાની ફ્રેઝર પ્રાઇસ 100 મીટરમાં 4 ગોલ્ડ જીતનાર પ્રથમ રેસર બની; બોલ્ટ, લુઈસ અને ગ્રીનને પાછળ છોડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 15:52:41
  • Views : 467
  • Modified Date : 2019-09-30 15:52:41

જમૈકાની શેલી એન ફ્રેઝર પ્રાઈસે કતારની રાજધાની દોહામાં રવિવારે મહિલાઓની 100 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં આ તેનો ચોથો ગોલ્ડ હતો. ફ્રેઝર પ્રાઇસ 100 મીટરની રેસમાં ચાર વાર ચેમ્પિયન બનનાર દુનિયાની પહેલી રેસર બની હતી. તેણે જમૈકાના ઉસૈન બોલ્ટ, અમેરિકાની કાર્લ લુઈસ અને મોરિસ ગ્રીનના 3-3 ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ તોડ્યો હતો. મહિલાઓમાં ફ્રેઝર પ્રાઇસ પછી સૌથી વધુ 2 ગોલ્ડ જીતનાર એથ્લિટ અમેરિકાની મરિયન જોન્સ છે.ફ્રેઝર પ્રાઈસે સીઝનનો બેસ્ટ ટાઈમ નોંધતા પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું. તેણે 10.71 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. બ્રિટનની ડાઇના અશર-સ્મિથ 10.83 સેકન્ડ સાથે બીજા સ્થાને રહી હતી. બે વર્ષ પહેલા લંડનની 100 મીટર અને 200 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતનાર આઈવરી કોસ્ટની મેરી જોસને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. તેણે 10.90 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.પ્રાઈસે કહ્યું, બાળક સાથે પોડિયમ પર ઉભું રહેવું સપનું પૂરું થવા બરાબર છે32 વર્ષીય ફ્રેઝર પ્રાઈસે 2008 અને 2012ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. દોહામાં તેના પ્રદર્શન પછી એવું માનવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં પણ તે ગોલ્ડ મેડલ જીતી શકે છે. રેસ જીત્યા પછી તેણે કહ્યું કે, મારા બાળક સાથે આ પોડિયમ પર ઉભા રહેવું એક સપનું પૂરું થવા બરાબર છે. હું ગઈકાલે રાત્રે સૂતી ન હતી. 2016 પછી હું પહેલી વાર કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહી છું.

Download Our B K News Today App



Related News