રસીકરણ અભિયાનમાં 80 લાખની વસતીવાળું ઇઝરાયલ સૌથી આગળ, ઇઝરાયલ 7.44% વસતીને રસી આપી ચૂક્યું છે, બ્રિટન હાલ ત્રીજા સ્થાને, અમેરિકા ચોથા સ્થાને.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 12:47:07
  • Views : 340
  • Modified Date : 2021-01-01 12:47:07

    બ્રિટન અને અમેરિકા સહિત વિશ્વના ઘણાં દેશોમાં કોરોના વેક્સિનેશન શરૂ થઇ ચૂક્યું છે. ઓછા સમયમાં ઝડપથી રસી આપવામાં ઇઝરાયલ હાલ સૌથી આગળ છે. ઇઝરાયલમાં અત્યાર સુધીમાં 7.44% વસતીને રસી આપી દેવાઇ છે. 3.29% વસતીને રસી સાથે સાથે બહેરીન બીજા સ્થાને છે. ફાઇઝરની વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની સૌથી પહેલાં મંજૂરી આપનારું બ્રિટન 1.18% વસતીને રસી સાથે ત્રીજા સ્થાને છે. અમેરિકામાં હજુ 0.64% વસતીને જ રસી અપાઇ છે, જેથી ટ્રમ્પ સરકારની ટીકા થઇ રહી છે.જોકે, અપાયેલા વેક્સિન ડોઝની દૃષ્ટિએ અમેરિકા સૌથી આગળ છે. ત્યાં અત્યાર સુધીમાં 21.3 લાખ ડોઝ અપાયા છે. ચીન 10 લાખ ડોઝ સાથે બીજા ક્રમે છે. બ્રિટનમાં 8 લાખ અને ઇઝરાયલમાં 6.43 લાખ ડોઝ અપાયા છે. ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે બુધવારે 1.52 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો.

    કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં રસીકરણની ઝડપ ધારણા કરતા ઘણી ધીમી છે. બુધવાર સુધીમાં ત્યાં માત્ર 21.3 લાખ લોકોને જ પહેલો અપાયો છે. ત્યાંના સ્વાસ્થ્ય વિભાગે સ્વીકાર્યું કે રસીકરણ ધારણા કરતા ધીમું છું. બુધવાર સુધીમાં અમેરિકામાં 1.14 કરોડ ડોઝ વહેંચાઇ ચૂક્યા હતા પણ અપાયેલા ડોઝ અંદાજે 20% જ છે.

Download Our B K News Today App



Related News