અમેરિકાના ફ્લોરિડામાં મ્યુઝિક વીડિયોના શૂટિંગ દરમિયાન અંધાધૂંધ ગોળીબારથી ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-07 15:00:40
  • Views : 543
  • Modified Date : 2023-01-07 15:00:40

અમેરિકી રાજ્ય ફ્લોરિડાના મિયામી ગાર્ડનમાં એક રેસ્ટોરાંની બહાર કેટલાક લોકો પર અંધાધૂંધ ફાયરિંગ થયુ. આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 10 લોકો પર હુમલાખોરોએ ગોળીબાર કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે રેપર ફ્રેંચ મોંટાના તે સમયે ઘટના સ્થળે મ્યુઝિક વીડિયો બનાવી રહ્યા હતા.

મિયામી ગાર્ડન્સ પોલીસના જણાવ્યા અનુસાર ધ લિકિંગ રેસ્ટોરાંમાં આ ઘટના ઘટી છે. તેમણે પુષ્ટિ કરી કે અમુક લોકોને ગોળી મારવામાં આવી છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ કે ફાયરિંગ રેસ્ટોરાંની પાર્કિંગમાં થયુ જ્યારે રેપર ફ્રેંચ મોંટાનાનું મ્યુઝિક વીડિયો શૂટ ચાલી રહ્યુ હતુ. તેમણે કહ્યુ કે 10થી 15 ગોળીઓનો અવાજ સંભળાયો અને લોકો આમતેમ ભાગવા લાગ્યા હતા.

અધિકારીઓએ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરી નથી પરંતુ અનુમાન છેકે લગભગ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળે પોલીસની ગાડીઓ અને ફાયર બ્રિગેડની ગાડીઓ હાજર છે. અત્યાર સુધીમાં આ મામલે કોઈ ધરપકડ થઈ નથી.

Download Our B K News Today App



Related News